હળવદ માર્કેટ યાર્ડની સામે થયેલ ફેટલ અકસ્માતમાં આરોપી કાર ચાલક પોતાની કારમાં બેંક લોનના હપ્તા ચડી ગયેલ હોય રીકવરી એજન્ટ ગાડી પરત ન લઇ જાય તે સારૂ ખોટી નંબર પ્લેટ લગાડી કારનો ઉપયોગ કરતો હોવાનુ જણાઇ આવતા આરોપી વિરુધ્ધ બનાવટી દસ્તાવેજનો ગુનો દાખલ કરી આરોપીને હળવદ પોલીસે ઝડપી પાડયો છે.
હળવદ પોલીસ સ્ટેશનમાં બનાવટી દસ્તાવેજનો ગુનો દાખલ થયેલ હોય જેમાં ફરીયાદી રોહીતભાઈ ઠાકરશીભાઈ કુડેચા રહે. હળવદ ભવાની નગર ઢોરો વાળાના સગાભાઈ અરવિંદ ઠાકરશીભાઈ ઉ.વ ૨૫ વાળા તા.૨૮/૦૪/૨૦૨૬ ના રોજ હળવદ માર્કેટ સામે રોડ ક્રોસ કરતા હોય તે વખતે એક અટીંગા કાર રજીસ્ટર નંબર GJ-03-PJ-7105 ના ચાલકે હડફેટે લેતા શરીરે ગંભીર ઇજા થતા મોત થયેલ હોય જેથી અટીંગા કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ થયેલ છે. જેમાં અકસ્માત કરી નાશીજનાર કાર બાબતે અત્રેના પોલીસ ઇન્સ્પેકટરએ અલગ અલગ ટીમો બનાવી હ્યુમન સોર્સીસ તથા ટેકનીકલ રીતે તપાસ કરતા ઉપરોકત નંબરવાળી એક સરખી દેખાતી બે અલગ-અલગ અર્ટીગા કાર હોવાનું જણાઈ આવેલ અને આરોપી અટીંગા કાર ચાલક નામે બીપીન મલાભાઈ રાઠોડ રહે ગામ લીલાપર તા.જી.મોરબી વાળાને ફેટલ અકસ્માતના કામે અટક કરવામાં આવેલ જેની પુછપરછ કરતા પોતે અર્ટીગા કાર નંબર GJ-36-AX- 8508 વાળીના હપ્તા ચડી ગયેલ હોય અને રીકવરી એજન્ટ ગાડી પરત ન લઇ જાય તે માટે પોતાના કબ્જા વાળી અન્ય અર્ટીગા કાર નંબર GJ-03-PI-7105 વાળીની નંબર પ્લેટ અટીંગા કાર નંબર GJ 36 AX 8508 વાળીમાં લગાડેલ હતી તેમ જણાવેલ હોય.
આ બનાવમાં આરોપી બીપીન મલાભાઈ રાઠોડએ પોતાના કબ્જાની અટીંગા કાર નંબર GJ-03-PJ-7105 ની નંબર પ્લેટ બનાવી પોતાની બીજી અર્ટીગા કાર નંબર- GI-36-AX-8508 વાળીમા ખોટી નંબર પ્લેટ લગાવી પોતાની અર્ટીગા કારનો સાચા તરીકે ઉપયોગ કરેલ હોય જેથી આરોપી મને પકડી પાડી આરોપી વિરુધ્ધ અલગથી ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૩૩૬(૨), ૩૩૮, ૩૩૬(૩), ૩૪૦(૨) મુજબનો સરકાર તરફે ગુનો દાખલ કરવામાં આવેલ છે.