Homeગુજરાતમોરબીમોરબીમાં તસ્કરોનો આતંક યથાવત: નીચી માંડલ નજીક કારખાનામાં તોડફોડ સાથે 375 કિલો...

મોરબીમાં તસ્કરોનો આતંક યથાવત: નીચી માંડલ નજીક કારખાનામાં તોડફોડ સાથે 375 કિલો કોપર વાયર ચોરી 

મોરબી જિલ્લામાં ફરી એકવાર તસ્કરો સક્રિય થયા હોય તેમ લાગી રહ્યું છે. મોરબી તાલુકાના નીચી માંડલ-વાંકડા રોડ પર આવેલા એક પ્લાસ્ટિકના કારખાનામાં તસ્કરોએ ત્રાટકીને 375 કિલો કોપર વાયરની ચોરી કરી છે અને સાથે જ મશીનરીમાં ભારે તોડફોડ કરીને નુકસાન પહોંચાડ્યું હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના કન્યા છાત્રાલય રોડ પર રહેતા અને વેપાર કરતાં હસમુખભાઈ રતીલાલભાઈ કૈલા (ઉ.વ.૪૦) એ આરોપી બે કે તેથી વધુ શખ્સો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના પર્લ પ્લાસ્ટીક કમ્પાઉન્ડ નામના કારખાનામાં મોડી રાતના સમયે કોઇ અજાણ્યા બે કે તેથી વધુ ઇસમો બંધ સેડવાળા કારખાનાની કમ્પાઉન્ડની દિવાલ ટપી અંદર પ્રવેશ કરી કારખાનાના કમ્પાઉન્ડમાં રાખેલ ટી.સી.(પાવર સપ્લાય ટ્રાન્સફોર્મર) ફાઉન્ડેશનમાંથી ઉખાડી નીચે પાડી તેમાં રહેલ અંદાજીત ૧૫૦૦ લીટર ઓઇલ ઢોળી ટી.સી.માં તોડીફોડ કરી તેમજ બંધ સેડવાળા પ્રોડકશન યુનિટમાં બારીના સળીયા કાપી અંદર ગુપ્ત રીતે પ્રવેશ કરી તેમાથી કેબલ વાયર તોડી કારખાના પ્રોડકશન યુનિટના અર્થીંગ કોપર વાયર તેમજ કમ્પાઉન્ડના ટી.સી.ના કોઇલ બોકસમાંથી કોપર વાયર તથા કોપર પ્લેટ તથા મળી કુલ અંદાજીત ૩૭૫ કીલો કોપર વાયર કી.રૂ. ૧,૮૭,૫૦૦/- ની ચોરી કરી તેમજ ટી.સી.માં રહેલ ઓઇલ ઢોળી ટી.સી.માં તોડફોડ કરી અંદાજે ૩,૦૦,૦૦૦/-ની કીંમતનુ નુકશાન કરી જતા રહ્યા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular