Homeગુજરાતમોરબીસફળતાનું શિખર: બરવાળાની સરસ્વતી ભગવતી વિદ્યાલયનુ ધોરણ -12 સામાન્ય પ્રવાહનું સતત બીજા...

સફળતાનું શિખર: બરવાળાની સરસ્વતી ભગવતી વિદ્યાલયનુ ધોરણ -12 સામાન્ય પ્રવાહનું સતત બીજા વર્ષે 100ટકા પરિણામ 

શ્રી રાજેન્દ્ર કેળવણી ઉત્તેજક ટ્રસ્ટ સંચાલિત સરસ્વતી ભગવતી વિદ્યાલય – બરવાળા શાળાનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ સતત બીજા વર્ષે 100 % આવતા વિદ્યાર્થી, વાલીઓમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે. સતત બીજા વર્ષે આવી ભવ્ય સફળતા માટે શાળા સંચાલક મંડળના પ્રમુખ જયંતિભાઈ જેરાજભાઈ પટેલ અને અન્ય ટ્રસ્ટી સભ્યો દ્વારા વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રોને ખુબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે.

સ્વ. જેરાજભાઈ કરમશીભાઈ શેરશીયા દ્વારા સ્થાપિત આ શાળા છેલ્લા 57 વર્ષથી ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણ ક્ષેત્રે સેવા આપી રહી છે. શાળામાં શૈક્ષણિક સફળતા માટે શાળાના ભુતપૂર્વ વિદ્યાર્થિની કમલાબેન ઠાકરશીભાઈ માકાસણા (હાલ અમેરિકા) દ્વારા અને સહઅભ્યાસ પ્રવૃતિ માટે પ્રમુખ જયંતિભાઈ જેરાજભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને ખૂબ સારા ઈનામ આપી પ્રત્સાહિત કરવામાં આવે છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular