હળવદ તાલુકાના રાયસંગપર ગામે પ્રેમ સંબંધ મામલે થયેલી જૂની અદાવત રાખીને એક પરિવાર પર સાત શખ્સોએ હિંસક હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ હુમલામાં ફરિયાદીના માતા અને ભાઈને ફેક્ચર સહિતની ગંભીર ઇજાઓ પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદના રાયસંગપર ગામે રહેતા શોભનાબેન મુકેશભાઇ ઉચાણા (ઉ.વ.૨૫) એ આરોપી ઘનશ્યામભાઇ વિઠ્ઠલભાઇ ડાભી, જસવંતભાઇ ઉર્ફે સંજયભાઇ વિઠ્ઠલભાઇ ડાભી, જયશ્રીબેન જસવંતભાઇ ઉર્ફે સંજયભાઇ વિઠ્ઠલભાઇ ડાભી, કડવીબેન વિઠ્ઠલભાઇ ડાભી, જોશનાબેન ઘનશ્યામભાઇ વિઠ્ઠલભાઇ ડાભી, વિનોદ વિઠ્ઠલભાઇ ડાભી, વિઠ્ઠલભાઇ પ્રભુભાઇ ડાભી રહે બધા-રાયસંગપર તા-હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીના સાળાની દિકરીને ફરીયાદીનો ભાઇ ભગાડી ગયેલ હોય જેનો ખાર રાખી ફરીયાદીના ઘરમા પ્રવેશ કરી ફરીયાદીના માતાને ગાળો આપી ઢીકાપાટુનો માર મારી તેમજ આરોપી જસવંત તથા આરોપી જયશ્રીબેનએ ફરીયાદીની ભત્રીજીને વાળ પકડીને ઢસડીને મૂઢ ઇજા કરેલ તેમજ આરોપી કડવીબેનએ ફરીયાદીની માતાને પગમા લાકડાનો ધોકો મારી ફેક્ચરની ઇજા કરેલ તેમજ આરોપી જોશનાબેએ ફરીયાદીના પિતાને ખંભે લાકડાનો ધોકો મારી મૂઢ ઇજા કરેલ તેમજ આરોપી વિનોદએ ફરીયાદીના ભાઇને નાકે લાકડાનો ધોકો મારી ફેકચર ઇજા કરેલ તેમજ આરોપી વિઠ્ઠલભાઇએ ફરીયાદીના ભાઇને માથામા લાકડાનો ધોકો મારી મુઢ ઇજા કરી તેમજ આરોપી ઘનશ્યામભાઈએ ફરીયાદીના પરીવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.