Homeગુજરાતમોરબીહળવદના સુંદરીભવાનીમાં વાડીના રસ્તા બાબતે મહિલાના ઘરમાં ઘૂસી તોડફોડ અને હુમલો

હળવદના સુંદરીભવાનીમાં વાડીના રસ્તા બાબતે મહિલાના ઘરમાં ઘૂસી તોડફોડ અને હુમલો

હળવદ તાલુકાના સુંદરીભવાની ગામે રસ્તા બાબતની જૂની અદાવત રાખી છ શખ્સોએ એક મહિલાના ઘરમાં ઘૂસી કુહાડી અને ધોકા જેવા હથિયારો સાથે આવેલા શખ્સોએ ઘરમાં રાખેલ ફ્રીઝ, ઘરઘંટી અને કબાટ સહિતની ચીજવસ્તુઓમાં તોડફોડ કરી અંદાજે રૂ. ૩૦,૦૦૦નું નુકસાન પહોંચાડ્યું હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના સુંદરીભવાની ગામે રહેતા સુરજબેન રાજુભાઇ સોલંકી (ઉ.વ.૩૬) એ આરોપી જીલ્લાભાઇ બાવલભાઇ સોલંકી, પ્રતાપભાઇ જીલ્લાભાઇ સોલંકી, એક અજાણ્યો ઇસમ, ઘનશ્યામભાઇ બાવલભાઇ સોલંકી તથા બે અજાણ્યા ઇસમો રહે બધા સુંદરીભવાની તા-હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના પતિ રાજુભાઇ સાથે આરોપી જીલ્લાભાઈએ સુંદરીભવાની ગામની સીમ જીજીયા પાટી વિસ્તારમા આવેલ વાડીએ મારગ બાબતે બોલાચાલી ઝઘડો થયેલ હોય જેનો ખાર રાખી આરોપીઓ રાત્રીના બે વાગ્યાની આસપાસ ફરીયાદીના પતિ રાજુભાઇ ઘરે હાજર ન હોય ત્યારે આરોપીઓ કુહાડી જેવા હથીયાર લઇ તથા એક અજાણ્યો આરોપી પહેલા આવી ફરીયાદીના ભાગરમા કુહાડીના ઘા મારી તથા આરોપીઓ લાકડાના ધોકા લઇને આવી ફરીયાદીના ઘરમા તમામે ગેરકાયદેસર ગ્રુહ અપપ્રવેશ કરી બાથરૂમના દરવાજામા ઘા મારી તથા પાણીની ગેન્ડી તથા ઘરમા રાખેલ ફ્રીઝ તથા ઘરઘંટી તથા ડ્રેસીગ તથા કબાટમા નાની મોટી તોડફોડ કરી આશરે રૂપીયા ૩૦,૦૦૦/- નુ નુકસાન કરી તથા ભાગરમા નુકશાન કરી ફરીયાદી તથા તેના પતિને ભુડાબોલી ગાળો આપી તથા ફરીયાદિના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી હોય જેથી આ બનાવ અંગે ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular