મોરબી હળવદ રોડ આંદરણા ગામ પાસે ભેરૂનાથ હોટલની બાજુમા જાહેર રોડ ઉપર ટ્રક ટ્રેલરની ચેસીસના ચોરખાનામા છુપાવેલ વિદેશીદારૂની બોટલો નંગ ૪૬૦૮ કિં.રૂ.૫,૫૬,૮૦૦/-તથા બિયરના ટીન નંગ ૯૬ કિં.રૂ.૧૦, ૨૭૨/- તથા અન્ય મુદામાલ મળી કુલ ૨૦,૮૭,૦૭૨/- ના મુદામાલ સાથે એક આરોપીને મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યો છે.
મોરબી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળેલ કે, એક ટ્રક ટ્રેલર નંબર GJ-39-TA-2090 વાળુ ચરાડવા તરફથી મોરબી તરફ આવી રહ્યુ છે. જેના ચેસીસમા ચોરખાનુ બનાવેલ છે. તેમાં વિદેશી દારૂ/બીયરનો જથ્થો ભરેલ છે. તેવી બાતમી મળતા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડ સ્ટાફના અધિકારી સાથે મોરબી તાલુકાના મોરબી હળવદ રોડ આંદરણા ગામ પાસે ભેરુનાથ હોટલની બાજુમા જાહેર રોડ ઉપર વાહન ચેકીંગ/વોચમાં હોય તે દરમિયાન બાતમીવાળી ટ્રક ટ્રેલર મળી આવતા ચેક કરતા ટ્રક ટ્રેલરના ચાલકના હવાલા વાળી ટ્રક ટ્રેલરના ચેસીસ મા ચોરખાનુ બનાવેલ તેમાં વિદેશીદારૂની બોટલો નંગ ૪૬૦૮ કિં.રૂ.૫,૫૬,૮૦૦/-તથા બિયરના ટીન નંગ ૯૬ કિં.રૂ.૧૦, ૨૭૨/- તથા અન્ય મુદામાલ મળી કુલ ૨૦,૮૭,૦૭૨/- ના મુદામાલ સાથે એક ઈસમ ધનારામ પુનઃમારામ ચૌધરી રહે. બામરલા ગામ તાલુકા થાણા સેડવા જી.બાડમેર રાજસ્થાન વાળાને પકડી પાડી પુછપરછ કરતા અન્ય બે ઈસમો દમારામ જાંટ રહે.ગીડાગામ જી.બાડમેર રાજસ્થાન તથા દુદારામ દમારામ ચૌધરી રહે.લીલસર તા.ચૌહટન જી. બાડમેર રાજસ્થાન તથા તપાસમા ખુલ્લે તે તમામ વિરુદ્ધ મોરબી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારાતળે ગુનો નોધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.