Homeગુજરાતમોરબીમોરબી: સાસરિયાઓના ત્રાસથી કંટાળી પરિણીતાએ સાસરીયા પક્ષ સામે ફરિયાદ નોંધાવી 

મોરબી: સાસરિયાઓના ત્રાસથી કંટાળી પરિણીતાએ સાસરીયા પક્ષ સામે ફરિયાદ નોંધાવી 

હળવદના રણછોડનગર રોડ પર રહેતી અને હાલ મોરબીના રાજપર ગામે પિયરમાં આશરો લઈ રહેલી એક પરિણીતાએ પોતાના પતિ, સાસુ અને નણંદ વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસની ગંભીર ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ હાલ મોરબીના રાજપર ગામે પિયરમાં રહેતી કૃપાબેન અંકિતભાઈ અગોલા (ઉ.વ.૨૫) એ આરોપી અંકિતભાઈ ભાવેશભાઈ અગોલા, મિનાબેન ભાવેશભાઈ અગોલા રહે. બંને આનંદ બંગ્લોઝ રાણેકપર રોડ હળવદ તથા અર્પિબેન જીલભાઈ વડગાસીયા રહે. મહેન્દ્રનગર મોરબીવાળા વિરૂદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને તેના પિતા તથા સાસુ તથા નણંદે અવાર નવાર નાની નાની બાબતોમાં તેમજ ઘરકામ બાબતે હેરાન પરેશાન કરી દુ:ખ ત્રાસ આપી મેણાટોણા મારી પતિએ અવાર નવાર મારકુટ કરી એક બીજાને ચડામણી કરી શારીરીક અને માનસીક દુ:ખ ત્રાસ આપતા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular