Homeગુજરાતમોરબીટંકારા: હરીઓમ સોસાયટીમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

ટંકારા: હરીઓમ સોસાયટીમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

ટંકારા પોલીસની ટીમે બાતમીના આધારે શહેરની હરીઓમ સોસાયટીમાં આવેલા એક રહેણાંક મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂ અને વોડકાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે મકાનમાંથી કુલ ૩૮૪ નંગ વિદેશી દારૂના ચપલાઅને મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ ટંકારા પોલીસ સ્ટેશનની ટીમ ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન પોલીસને બાતમી મળેલ કે, ટંકારાની હરીઓમ સોસાયટીમાં રહેતો નરેન્દ્રભાઈ મગનભાઈ ભાડજા પોતાના મકાનમાં બહારથી દારૂનો જથ્થો મંગાવી તેનું વેચાણ કરી રહ્યો છે. જેથી મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ દરોડો પાડતા આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના ચાપલા નંગ -૩૮૪ કિંમત રૂપિયા ૫૭૬૦૦ તથા મોબાઇલ ફોન નંગ -૦૧ કિંમત રૂપિયા ૫૦૦૦ મળિ કુલ કિંમત રૂપિયા ૬૨૬૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી નરેન્દ્રભાઈ મગનભાઈ ભાડજાને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ સમીરભાઈ રસુલભાઈ પીલુડીયા રહે. પીઠડ ગામ તા. જોડીયા જી. જામનગરવાળાનુ નામ ખુલતા બંને ઇસમો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular