મોરબી શહેર તેમજ ગુજરાત રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનમા પર પ્રાંતીય દારૂના ગુન્હાઓમા પકડાયેલ ઇસમને પાસામા અટકાયત કરી વડોદરા મધ્યસ્થ જેલ હવાલે મોરબી સીટી-એ ડીવિઝન પોલીસ દ્વારા કરવામાં આવેલ છે.
મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન વીસ્તારમાં તેમજ ગુજરાત રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અવાર નવાર પ્રોહીબીશનના ગુન્હાઓમાં પકડાયેલ અસામાજીક ઇસમ સાહીલભાઇ ઉર્ફે સાહુ હનીફભાઇ નુરાભાઇ પરમાર જાતે-ઘાચી ઉ.વ.૨૩ ધંધો-ડ્રાઇવર રહે-હાથી ખાના-૧૭, આર્ય સમાજ પાસે, રામનાથ પરા મેઇન રોડ રાજકોટ મુળ રહે-રતનપરના પાટીયા પાસે રાનદીપ સોસાયટી રાજકોટ વાળા વિરૂધ્ધ મોરબી સીટી એ ડીવીઝન દ્વારા પાસાની પ્રપોઝલ કરવામાં આવેલ જે અન્વયે ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અને કલેક્ટર મોરબીનાઓએ પાસા પ્રપોઝલ મંજુર કરી પાસા વોરંટ ઇસ્યુ કરેલ જેથી ઇસમને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે પાસા વોરંટની બજવણી કરી મોકલવામા આવેલ છે.