Homeગુજરાતમોરબીમોરબી: પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી ન કરનાર હોટલ મેનેજર વિરુદ્ધ પોલીસની લાલ આંખ

મોરબી: પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી ન કરનાર હોટલ મેનેજર વિરુદ્ધ પોલીસની લાલ આંખ

મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ સુરક્ષાના હેતુસર હોટલ-ગેસ્ટ હાઉસમાં રોકાતા મુસાફરોની વિગતો ‘પથિક’ (PATHIK) સોફ્ટવેરમાં નોંધવી ફરજિયાત છે. તેમ છતાં, જાહેરનામાનો ભંગ કરનારાઓ સામે મોરબી એસ.ઓ.જી. (SOG) ટીમે કડક કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ જ્યારે મોરબી તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હો, તે દરમિયાન હળવદ રોડ પર ઘુંટુ ગામની સીમમાં આવેલી ‘પાર્થ હોટલ’ માં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે હોટલના મેનેજર દ્વારા મુસાફરોની વિગતો રજીસ્ટરમાં તો નોંધવામાં આવતી હતી, પરંતુ સરકાર દ્વારા ફરજિયાત કરવામાં આવેલા પથિક સોફ્ટવેરમાં તેની કોઈ એન્ટ્રી કરવામાં આવતી નહોતી. જેથી પોલીસે આરોપી હોટલ મેનેજર સુરવિરસિંહ નરેન્દ્રનાથ ચૌહાણ રહે. હાલ ઘુંટુ, મૂળ રાજસ્થાનવાળાની ધરપકડ કરી આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular