વાંકાનેરના જેતપરા રોડ પર આવેલી સ્નોબ સેનેટરી વેર કારખાનાની લેબર કોલોનીમાં રહેતા મહિલાએ પાડોશીને તેમના બાળકોને મહિલાના રૂમ સામે લઘુશંકા કરાવવાની ના પાડતા આરોપીઓએ મહિલા અને તેના સાથીને માર માર્યો હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેરના જેતપરા રોડ પર આવેલી સ્નોબ સેનેટરી વેર કારખાનાની લેબર ઓરડીમાં રહેતા અને મજુરી કામ કરતા જોશનાબેન ભીખાભાઈ ચાવડાએ આરોપી મનીષાબેન રાહુલભાઈ, રાહુલભાઈ, રોહીતભાઈ કોળી, ગોપાલભાઈ કોળી, સાગરભાઈ કોળી, દીનેશભાઈ કોળી રહે બધા વાંકાનેરના જેતપરા રોડ પર આવેલી સ્નોબ સેનેટરી વેર કારખાનાની લેબર ઓરડીમા તા. વાંકાનેરવાળા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીએ આરોપી મનીષબેન તથા રાહુલભાઈને તેના બાળકો રૂમની સામે સંડાસ બાથરૂમ નહી કરવાનું કહેતા જે વાત આરોપીઓને સારૂ નહી લાગતા ફરીયાદી તથા સાથીને ભુડા બોલી ગાળો આપી ફરીયાદી તથા સાથી સાથે ઝપાઝપી કરી શરીરે મુંઢમાર માર્યો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.