Homeગુજરાતમોરબીમોરબીમાં આગના બે કિસ્સા: ફાયર ટીમની તાત્કાલિક કામગીરીથી મોટી દુર્ઘટના ટળી

મોરબીમાં આગના બે કિસ્સા: ફાયર ટીમની તાત્કાલિક કામગીરીથી મોટી દુર્ઘટના ટળી

મોરબી શહેર અને આસપાસના વિસ્તારમાં આગના બે અલગ અલગ બનાવો સામે આવ્યા હતા, જેમાં સદનસીબે કોઈ જાનહાની નોંધાઈ નથી. બંને ઘટનાઓમાં મોરબી ફાયર ટીમે સમયસર પહોંચી અસરકારક કામગીરી કરી આગ પર કાબૂ મેળવ્યો હતો.

પ્રથમ બનાવ બપોરે અંદાજે 02:43 વાગ્યે રંગપર બેલા નજીક આવેલા ખુલ્લા પ્લોટમાં બન્યો હતો. અચાનક આગ ભભૂકી ઊઠતા આસપાસના વિસ્તારમાં થોડી વાર માટે અફરાતફરી મચી હતી. જોકે ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક પહોંચી આગને કાબૂમાં લીધી હતી, જેમાં કોઈ જાનહાની કે મોટું નુકસાન થયું નથી.

બીજો બનાવ સાંજે લગભગ 06:20 વાગ્યે માળીયા-હળવદ હાઈવે પર આવેલી Axison Virtifild Pvt. Ltd. કંપનીમાં નોંધાયો હતો. અજાણ્યા કારણોસર લાગેલી આગે થોડા સમયમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. મોરબી ફાયર ટીમે ઘટનાસ્થળે પહોંચી લગભગ બે કલાકની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં પણ સદનસીબે કોઈ જાનહાની નોંધાઈ નથી. ફાયર વિભાગની સતર્કતા અને ઝડપી કામગીરીના કારણે બંને બનાવોમાં મોટી દુર્ઘટના ટળી હતી.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular