Homeગુજરાતમોરબીમોરબીમાં વેપારી પાસે લિફ્ટ માંગી છરીના અણીએ બે શખ્સોએ રૂ. 65 હજારની...

મોરબીમાં વેપારી પાસે લિફ્ટ માંગી છરીના અણીએ બે શખ્સોએ રૂ. 65 હજારની લૂંટ ચલાવી

મોરબી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતી એક ઘટના સામે આવી છે. શહેરના નવલખી રોડ પર રહેતા એક વેપારી પાસે બે શખ્સોએ લિફ્ટ માંગી, મોરબી કબ્રસ્તાન સામે મંગલભુવન ગરબી ચોકથી આગળ અવાવરૂ ગલીમાં લઈ જઈ છરી બતાવી રોકડ રકમ અને મોટરસાયકલની લૂંટ ચલાવી હોવાની ફરિયાદ મોરબી સિટી એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબી મૂળ રાજસ્થાનના અને હાલ મોરબીના નવલખી રોડ પર યમુનાનગર-2 ન્યુ શ્રધ્ધાપાર્કમા રહેતા અને વેપાર સાથે સંકળાયેલા ભુરારામ નરશીરામ ચૌધરી (ઉ.વ. 32) એ આરોપી દેવાસિંગ ભરતસિંહ સરદારજી રહે. લાયન્સનગર મોરબી તથા કુલદીપસિંગ ઉર્ફે કાલી સરદારજી રહે. વીશીપરા મોરબીવાળા વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓએ ફરીયાદિના હોન્ડા સાઇન મોટર સાયકલ નં.GJ-3-EQ-3881 મા બજારમા જવાનુ લીફટ માંગી બેસી ગયેલ બાદ ફરીયાદિને મોરબી કબ્રસ્તાન સામે મંગલભુવન ગરબી ચોકથી આગળ અંધારા વાળી ગલ્લીમા લઇ જઇ આરોપી કુલદીપસિંગએ છરી દેખાડી ફરીયાદિના ખીસ્સામાથી બંને આરોપીઓએ રોકડ રૂ.15000/- તેમજ ફરીયાદિનુ હોન્ડા સાઇન મોટર સાયકલ નં.GJ-3-EQ-3881 કિ.રૂ.50,000/- વાળાની લુંટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular