મોરબીમાં ભુરારામ નરશીરામ ચૌઘરી રહે.યમુનાનગર-૨ ન્યુ શ્રધ્ધાપાર્ક નવલખી રોડ મોરબી મુળરહે.જેરાતરા તા.સાંચોર જી.જાલોર રાજસ્થાન વાળાને આરોપીઓએ તેમના બાઇક મા લીફટ માંગી ફરીયાદીને અંધારા વાળી ગલ્લીમા લઇ જઇ છરી દેખાડી ફરીયાદીનું હોન્ડા સાઇન મોટરસાયકલ તેમજ રોકડા રૂ.૧૫૦૦૦/- ની લુંટ કરી નાસી ગયા હોવાની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ હતો.
જેથી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા ટેકનીકલ તેમજ યુમન સોર્સીસ થી આરોપી કુલદિપસિંગ ઉર્ફે કાલી ધવલસિંગ ખીચી (ઉ.વ.૨૬) રહે. ડિલક્ષ પાન પાસે, રણછોડનગર, લાયન્સનગર, મોરબીવાળાને પકડી પાડી આરોપી પાસેથી લુંટમા ગયેલ હોન્ડા સાઇન રજી.નં.GJ-03-EQ3881 વાળુ મોટરસાયકલ તેમજ રોકડા રૂ.૧૦૦૦૦/-તથા બનાવમા ઉપયોગ કરેલ છરી કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે. તેમજ અન્ય એક શખ્સનુ નામ ખુલતા પોલીસે દેવાસિંગ ભરતસિંગ સરદારજી રહે. લાયન્સનગર મોરબીવાળાને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.