Homeગુજરાતમોરબીમાળીયામા બાપ-દાદાની મિલકત માટે ભાઈએ ભાઈના પરિવારને ધોકા વડે ફટકાર્યો

માળીયામા બાપ-દાદાની મિલકત માટે ભાઈએ ભાઈના પરિવારને ધોકા વડે ફટકાર્યો

માળીયા મિયાણા શહેરમાં બાપ-દાદાની મિલકતની જૂની અદાવતમાં સગા ભાઈઓએ સામસામે આવી જવાની ઘટના સામે આવી છે. જૂના બસ સ્ટેશન પાસે રહેતા એક ડ્રાઈવર અને તેના પરિવાર પર તેના જ ભાઈ, ભત્રીજા અને મહિલા સભ્યોએ એકસંપ થઈ ધોકા અને ઢીકાપાટુ વડે હુમલો કરી, ઝપાઝપી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ માળીયા મીયાણા શહેરમાં જુના બસ સ્ટેન્ડ સામે રહેતા અકબરભાઈ સુમારભાઈ મોવર (ઉ.વ.૪૫) એ આરોપી હૈદર સુમારભાઈ મોવર, ઈરફાન સ ઓ હૈદર સુમારભાઈ મોવર, નુરબાનુ વા ઓ ઈરફાન હૈદર મોવર, સાયના વા ઓ હૈદર સુમાર મોવર, રહીમા ડો ઓ હૈદર સુમારભાઈ મોવર રહે.બધા નવા બસ સ્ટેશન પાસે માળીયાવાળા વિરુદ્ધ માળીયા મીયાણા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તથા આરોપીઓ એક જ ફળીયામા રહેતા હોય અને બાપ-દાદાની મીલકત બાબતે અગાઉ સામન્ય બોલાચાલી થયેલ હોય જેનો ખાર રાખી આરોપીઓએ ફરીયાદી તથા ફરીયાદિ ની પત્ની તથા ફરીયાદિની બન્ને દીકરી સાથે બોલાચાલી ગાળા ગાળી જપા જપી કરી ઢીકાપાટુનો તથા ધોકા વડે મારમારી ફરીયાદીની દિકરીને બટકા ભરી શરીરે મુંઢ ઈજાઓ પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular