મોરબી: શહેરના ચામુંડાનગર વિસ્તારમાં રહેતા એક શ્રમિક યુવક પર દારૂના વેચાણની ખોટી વાતો ફેલાવા બાબતે ઠપકો આપતા ઉશ્કેરાયેલા શખ્સે નળિયાના ટુકડા વડે હુમલો કરી માથું ફોડી નાખ્યાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે પોલીસ ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના સો-ઓરડી વિસ્તારમાં આવેલી ચામુંડાનગર સોસાયટીમાં રહેતા મગનભાઈ નાનજીભાઈ સોલંકી (૪૨) એ આરોપી રમેશભાઈ જેઠાભાઈ ચાવડા રહે. મોરબીવાળા વિરૂદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી પોતે મજુરીકામ કરતા હોય અને આરોપી ફરીયાદીને સમાજમા બદનામ કરવા માટે દારૂ વેચતા હોવાની ખોટી વાતો કરી તેમજ પોતાની સાથે આવવા જવા તથા રહેવાનું કહેતા ફરીયાદીએ આરોપીને કહેલ કે તુ મને બધી જગ્યાએ મારી ખોટી વાતો કરી હુ મજુરીકામ કરૂ છુ અને તુ મને બદનામ કરે છે જેથી તારી સાથે આવવુ નથી તેમ કહેતા જે આરોપીને સારૂ નહી લાગતા ફરીયાદીને જાહેરમાં ગાળો આપી બે ત્રણ જાપટો મારી ત્યા પડેલ નળીયાનો ટુકડો લઇ માથામાં મારી દઇ ઇંજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.