મોરબીના માળીયા હાઈવે પર મોડી રાત્રે ચાલતા ટ્રક રજીસ્ટર નંબર GJ-18-BV 6032ના કેબિનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી હતી. ટીબડી પાટિયા પાસે કબીર આશ્રમ નજીક બનેલી આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
ફાયર ટીમે ઝડપી કામગીરી કરી ટૂંક સમયમાં આગ પર કાબુ મેળવી લીધો હતો અને આગને ટ્રકના પાછળના ભાગમાં ફેલાતી અટકાવી મોટી હોનારત ટાળી હતી. સદનસીબે ડ્રાઈવર અને ક્લીનર સમયસર બહાર નીકળી જતા કોઈ જાનહાનિ થઈ નથી.