Homeગુજરાતમોરબીમાળિયામાં જૂની અદાવતમાં યુવાન પર છરી વડે જીવલેણ હુમલો

માળિયામાં જૂની અદાવતમાં યુવાન પર છરી વડે જીવલેણ હુમલો

માળિયા મિંયાણામાં સામાન્ય બોલાચાલીનો ખાર રાખી એક યુવાન પર છરી વડે હુમલો કરવાની ઘટના સામે આવી છે. હોટલ પર ચા પીવા બેઠેલા યુવાન પર પાછળથી હુમલો કરી તેને ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ માળીયા મીયાણા શહેરમાં જખરીયા પાટી વોર્ડ નં-1 માં રહેતા ગુલામ જુનસ જેડા (ઉ.વ.૩૦) એ આરોપી મયુદિન અબ્બાસભાઈ માલાણી રહે. જખરીયા પીંઢ વિસ્તાર માળીયા મીયાણાવાળા વિરુદ્ધ માળીયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના કાકાના દિકરાના લગ્નમાં આરોપીને મોટરસાઇકલ ધીરે ચલાવવા બાબત કહેતા બંન્ને વચ્ચે સામન્ય બોલાચાલી થયેલ તે વાતનો ખાર રાખી આરોપીએ ફરીયાદી સાથે બોલાચાલી કરી ઝપાઝપી કરી ગાળો આપી એકદમ ઉશ્કેરાઇ જઇ છરી વતી ફરીયાદિને જમણી બાજુ વાસામા પડખાના ભાગે એક ઘા મારી ગંભીર ઈજા પહોચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular