Homeગુજરાતમોરબીમોરબીમાં CNG રીક્ષામાંથી વિદેશી દારૂની 576 બોટલો સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબીમાં CNG રીક્ષામાંથી વિદેશી દારૂની 576 બોટલો સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી: શહરેમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે સિટી એ-ડિવિઝન પોલીસે બાતમીના આધારે એક મોટી સફળતા મેળવી છે. મોરબીના સાયન્ટિફિક રોડ પરથી સીએનજી રિક્ષામાં હેરાફેરી કરવામાં આવતો વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે, કાલિકા પ્લોટ તરફથી એક સીએનજી રિક્ષા વિદેશી દારૂ ભરીને આવી રહી છે. આ બાતમીના આધારે પોલીસે સાયન્ટિફિક રોડ પર વોચ ગોઠવી હતી. પોલીસે શંકાસ્પદ રિક્ષા રજીસ્ટર નંબર: GJ-36-W-0987 ને અટકાવી તલાસી લેતા અંદરથી વિદેશી દારૂની બોટલ નંગ -576 કિંમત રૂપિયા 1,28,160 તથા સિ.એન.જી રીક્ષા મળિ કુલ કિંમત રૂપિયા 1,78,160 ના મુદામાલ સાથે આરોપી મંજૂરહુસેન ઇસ્માઇલભાઇ જીંદાણી રહે. સિપાઈ વાસ, મોરબીવાળાને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ રોહિત જીવણદાસ દુધરેજીયા રહે. કાલિકા પ્લોટ મોરબીવાળાનુ નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી બંને શખ્સો વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular