આજે ભારત વિકાસ પરિષદ-મોરબી, રાષ્ટ્રીય સ્વયંસેવકસંઘ, સેવા ભારતી-ગુજરાત તથા ડૉ. હેડગેવાર સ્મારક સમિતિના સંયુક્ત ઉપક્રમે ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે આમરણ ગામ ખાતે “નિઃશુલ્ક મેડિકલ કેમ્પ” નું આયોજન કરવામાં આવેલ હતું .
જેમાં મોરબીનાં ડૉ. જયેશભાઈ પનારા (સ્ત્રીરોગ નિષ્ણાત), ડૉ. ચિરાગભાઈ અઘારા (ડાયાબિટીસ નિષ્ણાત), ડૉ. ભાવેશભાઈ શેરસિયા (ચર્મરોગ નિષ્ણાત), ડૉ. પુનીતભાઈ પડસુંબિયા (જનરલ ફિઝીશયન), ડૉ. અજયભાઈ ફુલતરિયા (ફેફસાનાં નિષ્ણાત), ડૉ. વિમલભાઈ દેત્રોજા (જનરલ સર્જન, એડવાન્સ લેપ્રોસ્કોપી), ડૉ. હિતેશભાઈ ડાભી (બાળરોગ નિષ્ણાત) વગેરે અનુભવી અને નામાંકિત ડૉક્ટરોની ટીમએ સેવા આપેલ. ભા.વિ.પ. નાં સભ્યો હિંમતભાઈ મારવણિયા, ધ્રુમિલભાઈ આડેસરા, હિરેનભાઈ ધોરિયાણી, કૌશિકભાઈ અઘારા, રાજેશભાઈ ડાંગર, દિલીપભાઈ પરમાર વ્યવસ્થા માટે હાજર રહેલ. આ કેમ્પમાં નિઃશુલ્ક દવાનું વિતરણ પણ કરવામાં આવેલ જેમાં આપણા સભ્ય અને ફાર્માસિસ્ટ રતિલાલભાઈ ચંદ્રાલા એ સેવા આપેલ.