Homeગુજરાતમોરબીટંકારામા કૌટુંબિક કલેશનું કરુણ પરિણામ: પિતાએ પત્નીની હત્યા કરી લાશ ફેંકી દીધી,...

ટંકારામા કૌટુંબિક કલેશનું કરુણ પરિણામ: પિતાએ પત્નીની હત્યા કરી લાશ ફેંકી દીધી, ૧૭ વર્ષીય પુત્રએ નોંધાવી ફરિયાદ

મૂળ મોરબીના શનાળા બાયપાસ પાસે રહેતા અને હાલ ટંકારાના લજાઈ ભિમનાથ રોડ પર ગોરસ કારખાના પાસે સિલ્વર પ્લાસ્ટિક નામના કારખાનાની ઓરડીમા રહેતા એક પરિવારમાં પત્નીના ઝઘડામાં પિતાએ જ માતાની હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે. આ હૃદયદ્રાવક ઘટનામાં ૧૭ વર્ષીય પુત્રએ પોતાના જ પિતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ હાલ ટંકારાના લજાઈ ભિમનાથ રોડ પર ગોરસ કારખાના પાસે સિલ્વર પ્લાસ્ટિક નામના કારખાનાની ઓરડીમા રહેતા અને મૂળ મોરબીના શનાળા બાયપાસ રોડ જોગણીનગરમા રહેતા ૧૭ વર્ષીય સાહીલ સંજયભાઈ ભોજવીયાએ આરોપી પિતા સંજયભાઈ ગોવિંદભાઈ ભોજવીયા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ ફરીયાદીના નવા માતા શકુબેન સાથે પોતાની અગાઉની પત્ની બાબતે ઝગડો કરી માથાના ભાગે કોઈ પણ બોથડ હથીયાર મારી ગંભીર ઇજાઓ કરી મોત નિપજા વી લાશને પોતાના રહેણાકેથી બહાર નાખી દઈ પુરાવાનો નાશ કરી ફરીયાદીને મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular