વાંકાનેર; વેપારી સંબંધોનો ગેરફાયદો ઉઠાવી વિશ્વાસ કેળવ્યા બાદ નાણાં ઓળવી જવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે વાંકનેરના જૂની દાણાપીઠ રોડ પર આવેલી એક પેઢીમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા યુવાનને ડ્રાયફ્રૂટ્સના વ્યવસાયમાં રોકાણ કરી ટૂંકા સમયમાં મોટો નફો મેળવવાની લાલચ આપી રાજકોટના શખ્સે રૂ. 6,00,000 ની છેતરપિંડી કરી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના નવા કણકોટ ગામે રહેતા અને પ્રાઈવેટ નોકરી કરતા અયુબભાઈ ઈસ્માઈલભાઈ શેરશીયા (ઉ.વ.૩૨) એ આરોપી સબીરહુશેન મોહમદભાઈ કાસમાણી ન્યુ ઘાંચીવાડ રાજકોટવાળા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ ફરીયાદી સાથે પ્રથમ વ્યાપારીક તથા પારીવારીક સંબંધ બનાવી વિશ્વાસમાં લઈ આરોપીએ પોતાના કાજુના ધંધામાં તા. ૧૫/૦૬/૨૦૨૫ ના રોજ રૂપીયા ૧,૦૦,૦૦૦/-(એક લાખ) તથા તા.૧૬/૦૬/૨૦૨૫ નારોજ રૂપીયા ૫,૦૦,૦૦૦/-(પાંચ લાખ)નુ એમ કુલ રૂપીયા ૬,૦૦,૦૦૦/-(છ લાખ)નું રોકાણ પોતાની ફાઈવસ્ટાર ડ્રાયફ્રુટ પેઢી એવુ સ્મોલ ફાઈનાન્સ બેંકના કરંટ એકાઉન્ટમાં આર.ટી.જી.એસ. મારફતે કરાવી નફો આપવાની લાલચ આપી ફરીયાદી પાસે થી રૂપીયા મેળવી આજદીન સુધી પરત ન આપી ઓળવી જઈ છેતરપિંડી કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.