Homeગુજરાતમોરબીમોરબીમાં શ્રી લાલાબાપાની 85મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય મહા આરતી અને પ્રસાદ યોજાયો

મોરબીમાં શ્રી લાલાબાપાની 85મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય મહા આરતી અને પ્રસાદ યોજાયો

મોરબી: મોચી સમાજ દ્વારા પ.પૂજય સંત શિરોમણી શ્રી લાલાબાપાની 85મી પુણ્યતિથિ નિમિત્તે આજે ગુરુવારે મોરબી ખાતે મહા આરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી લાલા જાગા મોચી સમાજ સેવા ટ્રસ્ટ, જાગા સ્વામી મિત્ર મંડળ તેમજ સમસ્ત મોચી સમાજ મોરબીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં સમાજના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

વસંત પ્લોટ મેઈન રોડ પર આવેલા શ્રી લોહાણા વિદ્યાર્થિ ભવન ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સંત શ્રી લાલાબાપાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ઉપસ્થિત ભાવિકોએ સંતશ્રીના ઉપદેશોને યાદ કરી તેમના આદર્શોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આજે સાંજે 7 વાગ્યે ભવ્ય મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા અને ભક્તિમય માહોલ સર્જાયો હતો. ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સર્વે હાજર લોકોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો.આયોજનકર્તાએ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular