મોરબી શહેરના વીશીપરા વિસ્તારમાં વહેલી સવારે મજૂરી કામ બાબતે બેઠેલ બે મિત્રો પર અજાણ્યા શખ્સોએ નજીવી બાબતે બોલાચાલી કરી છરી વડે હુમલો કર્યો હતો. જેથી આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં આવેલ વિસીપરામા પંચની માતાવાળી શેરીમાં રહેતા પિન્ટુભાઈ ભરતભાઈ ઘટોલીયા (ઉ.વ.૨૮) એ આરોપી વસીમ યુનુસભાઈ સેડાત તથા જાવેદ ઇકબાલભાઈ મોવર રહે. બંને વિસિપરા મોરબીવાળા વિરુદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તથા સાથી વહેલી સવારના વિસીપરા મેઇન રોડ પર આવેલ ડીલક્ષ પાન પાસે બેઠેલ હોય ત્યારે આરોપીઓ મોટરસાયકલ સાથે આવી ફરીયાદી તથા સાથીને વહેલી સવારના ત્યા બેસવાનું કારણ પુછતા ફરીયાદિ તથા સાથી મજુરીકામ ના કા મકાજ માટે બેઠેલ હોવાની વાત કરતા જે આરોપીઓને વાત સાચી નહી લાગતા ફરીયાદી તથા સાથીને બિભત્સ ગાળો આપતા ફરીયાદીએ ગાળો આપવાની ના કહેતા આરોપીઓને સારૂ નહી લાગતા એકદમ ઉશ્કેરાઈ જઈ ફરીયાદી તથા સાથીને ઢીકાપાટુનો માર મારી આરોપી જાવેદએ પોતાના પેન્ટના નેફામાંથી ફરીયાદીના વાસના ભાગે તથા સાથીને ખભાના ભાગે એક એક ઘા મારતા ગંભીરપ્રકારની ઇજા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.