Homeગુજરાતમોરબીમોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અન્વયે કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે જિલ્લા મેજિસ્ટ્રેટનું...

મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અન્વયે કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું

ચૂંટણી પ્રક્રિયા દરમિયાન શાંતિ જળવાય તે હેતુથી સભા, સરઘસ કે ચારથી વધુ વ્યક્તિઓના એકત્ર થવા પર પ્રતિબંધ

ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણીઓ-૨૦૨૬ અન્વયે તા. ૨૬/૦૪/૨૦૨૬ના રોજ યોજાનાર મતદાન અને તા. ૨૮/૦૪/૨૦૨૬ના રોજ થનાર મતગણતરી પ્રક્રિયા દરમિયાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે, મતદારો નિર્ભય રીતે મતાધિકારનો ઉપયોગ કરી શકે તેમજ જાહેર સુલેહ-શાંતિનો ભંગ થતો અટકાવી શકાય તે હેતુથી જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

આ જાહેરનામા અનુસાર, મોરબી જિલ્લાના ચૂંટણી હેઠળના વિસ્તારોમાં હુકમની તારીખથી તા. ૩૦/૦૪/૨૦૨૬ સુધી સંબંધિત વિસ્તારના મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની લેખિત પૂર્વ પરવાનગી મેળવ્યા સિવાય ચાર કરતાં વધુ વ્યક્તિઓએ એકત્રિત થવું નહીં, કોઈ સભા ભરવી નહીં કે કોઈ પણ પ્રકારનું સરઘસ કાઢવું નહીં. વધુમાં, ચૂંટણીના પ્રચાર-પ્રસાર માટે યોજવામાં આવતી સભા કે સરઘસનો તમામ ખર્ચ સંબંધિત ઉમેદવારના ચૂંટણી ખર્ચના હિસાબોમાં ફરજિયાતપણે ઉમેરવાનો રહેશે.

આ પ્રતિબંધાત્મક હુકમમાંથી ફરજ પરના સરકારી કર્મચારીઓ, ગૃહ રક્ષક દળ (Home Guards) ની વ્યક્તિઓ, પરંપરાગત લગ્નના વરઘોડા તેમજ સ્મશાન યાત્રાને મુક્તિ આપવામાં આવી છે. આ આદેશનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર વ્યક્તિ સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular