Homeગુજરાતમોરબીચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરતી વખતે માત્ર ત્રણ વાહનો અને પાંચ વ્યક્તિઓને...

ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરતી વખતે માત્ર ત્રણ વાહનો અને પાંચ વ્યક્તિઓને જ પ્રવેશ બાબતે જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું

ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણીઓ-૨૦૨૬ અન્વયે મોરબી જિલ્લામાં આદર્શ આચારસંહિતા અમલી છે. આગામી તા. ૨૬/૦૪/૨૦૨૬ના રોજ યોજાનાર મતદાન અને તા. ૨૮/૦૪/૨૦૨૬ના રોજ થનાર મતગણતરી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થાય તે હેતુથી જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી (IAS) દ્વારા પ્રતિબંધાત્મક હુકમો જારી કરવામાં આવ્યા છે.

આ જાહેરનામા અનુસાર, ઉમેદવારી પત્ર રજૂ કરવા માટે ચૂંટણી અધિકારીની કચેરીમાં પ્રવેશતી વખતે ઉમેદવાર અથવા તેમના દરખાસ્ત કરનાર સહિત અન્ય ચાર મળી કુલ ૦૫ (પાંચ) વ્યક્તિઓ જ પ્રવેશી શકશે. જે કિસ્સામાં દરખાસ્ત કરનારાઓની સંખ્યા વધુ હોય, ત્યાં કચેરીમાં એક સમયે ૦૪ થી વધુ ટેકેદારો હાજર ન રહે તે રીતે તબક્કાવાર પ્રવેશ આપવાની વ્યવસ્થા કરવાની રહેશે. આ મર્યાદા ઉમેદવારી પત્ર રજૂ કરવા તેમજ ઉમેદવારી પ્રમાણપત્ર લેવા આવતી વખતે પણ સમાન રીતે લાગુ પડશે.

વધુમાં, કચેરીના ૧૦૦ મીટરના વિસ્તારમાં ઉમેદવારી પત્ર ભરવા આવતી વખતે વધુમાં વધુ ૦૩ (ત્રણ) વાહનો સાથે જ પ્રવેશી શકાશે અને આ હેતુ માટે ઉપયોગમાં લેવાયેલા વાહનોનો ખર્ચ જે તે ઉમેદવારના ચૂંટણી ખર્ચના હિસાબમાં ગણવામાં આવશે. ચૂંટણી પ્રક્રિયાના સરળ સંચાલન અને કાયદો-વ્યવસ્થાની જાળવણી માટે લેવાયેલો આ હુકમ તા. ૩૦/૦૬/૨૦૨૬ સુધી સમગ્ર મોરબી જિલ્લાના ચૂંટણી હેઠળના વિસ્તારોમાં અમલમાં રહેશે. જો કોઈ વ્યક્તિ કે ઉમેદવાર આ આદેશનો ભંગ અથવા ઉલ્લંઘન કરશે તો તેમની સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular