Homeગુજરાતમોરબીવિરપરડા સુમરા પરિવાર દ્વારા હાજીપીર જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન

વિરપરડા સુમરા પરિવાર દ્વારા હાજીપીર જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન

મોરબી: જામનગર મુખ્ય હાઇવે પર આવેલા કાળ ભૈરવ મંદિર પાસે, વિરપરડા સુમરા પરિવાર દ્વારા હાજીપીર સેવા સમિતિના નેજા હેઠળ હાજીપીર જતા પદયાત્રીઓ માટે એક ભવ્ય સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ વિરપરડા ગામના પાટિયા પાસે શરૂ કરવામાં આવ્યો છે.

આ કેમ્પમાં પદયાત્રીઓ માટે ચા, નાસ્તો, પાણી અને ગરમાગરમ જમવાની સુવિધા ઉપલબ્ધ છે. આ ઉપરાંત, પદયાત્રીઓની સુખાકારી માટે મેડિકલ સેવાઓની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ કેમ્પ પદયાત્રીઓની સેવા માટે ૨૪ કલાક ખુલ્લો રહેશે.

વિરપરડા સુમરા સમાજના સ્વયંસેવકે જણાવ્યું કે, છેલ્લા 35 વર્ષ થી “અમારો સમાજ હંમેશા પદયાત્રીઓની સેવા માટે તત્પર રહે છે. આ કેમ્પમાં પદયાત્રીઓ માટે શક્ય તમામ સુવિધાઓ પૂરી પાડવાનો અમારો પ્રયાસ રહેશે.” આ કેમ્પ પદયાત્રીઓ માટે આશીર્વાદ સમાન બની રહેશે અને તેમને તેમની યાત્રા દરમિયાન આરામ અને સુવિધા પૂરી પાડશે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular