Homeગુજરાતમોરબીમોરબીના નાની વાવડી ગામે ભવ્ય શ્રી હનુમાન જયંતિ ઉત્સવ: ભક્તિ અને શ્રદ્ધાનો...

મોરબીના નાની વાવડી ગામે ભવ્ય શ્રી હનુમાન જયંતિ ઉત્સવ: ભક્તિ અને શ્રદ્ધાનો મહામેળો યોજાશે

મોરબીના નાનીવાવડી ગામે આવેલ તલાવડી વાળા હનુમાનજી મંદિર ખાતે આ વર્ષે શ્રી હનુમાન જયંતિ ઉત્સવને ભવ્ય રીતે ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર ગામમાં ધાર્મિક માહોલ છવાઈ ગયો છે અને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ પાવન પ્રસંગે તા. 02-04-2026, ગુરુવારના રોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. સવારે 06:00 વાગ્યે 108 હનુમાન ચાલીસા પાઠથી કાર્યક્રમની શરૂઆત થશે. તેમજ‌ સાંજે ભક્તજનો અને “કુંવારી કા (દીકરી)ઓ માટે ભોજન” નું વિશેષ આયોજન પણ રાખવામાં આવ્યું છે. સાંજે 06:30 વાગ્યે ધજા રોહણનો પાવન કાર્યક્રમ થશે સાંજે 7:00 વાગ્યે મહા આરતી યોજાશે. અંતે રાત્રે 7:30 વાગ્યે પ્રસાદ વિતરણ કરવામાં આવશે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાશે.

આ સમગ્ર કાર્યક્રમને લઈને ગ્રામજનો અને આયોજકો દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ભક્તિ, શ્રદ્ધા અને એકતાનો આ મહોત્સવ નાનીવાવડી ગામ માટે વિશેષ આકર્ષણ બનશે. તમામ ભક્તોને આ પવિત્ર પ્રસંગે હાજરી આપવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular