Homeગુજરાતમોરબીખેડૂતના ખેતરમાં ગેરકાયદે વીજ જોડાણનો વિવાદ : કર્મચારીઓને ધમકી આપતા ઈસમ સામે...

ખેડૂતના ખેતરમાં ગેરકાયદે વીજ જોડાણનો વિવાદ : કર્મચારીઓને ધમકી આપતા ઈસમ સામે ફરિયાદ

હળવદના ચંદ્રગઢ ગામની સીમમાં ઉધડમા રાખેલ ખેડૂતના ખેતરમાં ગેરકાયદે વીજ જોડાણને લઈ વિવાદ સર્જાયો હોવાનો મામલો સામે આવ્યો છે. પી.જી.વી.સી.એલ. ના અધિકારીઓ અને કર્મચારીઓ ચેકિંગ કરવા પહોંચ્યા ત્યારે એક ઈસમ દ્વારા કર્મચારીઓને ધમકી આપતા સરકારી કામમાં અડચણ ઉભી કર્યાની ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ હળવદ રુદ્ર ટાઉનશીપ રા રોડ પર રહેતા અને નોકરી કરતા હિરેનગીરી હરેશગીરી ગોસ્વામી (ઉ.વ.૪૧) એ આરોપી હસમુખ મૂળજીભાઈ જાદવ રહે ગામ ચંદ્રગઢ તાલુકો હળવદ વાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ પોતે ઉધડ રાખેલ ખેતરમા વચ્ચે આવેલ વિજપોલ ઇરાદા પુર્વક પાડીને આ પડી ગયેલ વિજ પોલ નાખવા જતા સરકારી કર્મચારીને વિજપોલ નહી નાખવા દઈ ટાટીયા ભાંગી નાખવાની અને ગોય તા નઇ જડો તેમ કહી મારી નાખવાની ધમકી આપી સરકારી કર્મચારીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી સરકારી મિલ્કત વીજપોલને રૂપીયા ૮૩૯૧૩ નુ નુકસાન કર્યું હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular