Homeગુજરાતમોરબીવાંકાનેરમાં હૈયું હચમચાવી દેતી ઘટના, બિનવારસી હાલતમાં નવજાત બાળકીનો મૃતદેહ મળ્યો

વાંકાનેરમાં હૈયું હચમચાવી દેતી ઘટના, બિનવારસી હાલતમાં નવજાત બાળકીનો મૃતદેહ મળ્યો

માતૃત્વને લજવતી અને માનવતાને શર્મસાર કરતી એક અત્યંત હૃદયદ્રાવક ઘટના વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામમાંથી સામે આવી છે, અહીં કોઈ કઠોર હૃદયની જનેતાએ પોતાની તાજી જન્મેલી બાળકીને તરછોડી દેતાં, આ નવજાત શિશુ બિનવારસી અને પ્રાણીઓએ ફાળી ખાધેલી મૃત હાલતમાં મળી આવ્યું છે. આ ઘટનાના પગલે સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ભારે રોષની લાગણી ફેલાઈ ગઈ છે

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામ ખાતે કોઈ અજાણી મહિલા પોતાનું પાપ છુપાવવા માટે અથવા અન્ય કોઈ કારણોસર તાજી જન્મેલી ફૂલ જેવી બાળકીને નિઃસહાય હાલતમાં ફેંકીને જતી રહી હતી. બિનવારસી હાલતમાં પડેલી આ માસૂમ બાળકી પર આસપાસના રખડતા પ્રાણીઓ (શ્વાન કે જંગલી જાનવરો) તૂટી પડ્યા હતા અને તેને બચકાં ભરીને અત્યંત ક્રૂર રીતે ફાળી ખાધી હતી.સ્થાનિક ગ્રામજનોએ આ ભયાવહ દ્રશ્ય જોવા મળતા તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. લોકોએ તાત્કાલિક ઘટનાસ્થળે એકઠા થઈને આ અંગેની જાણ વાંકાનેર પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જવા રવાના થયો હોવાની વિગતો મળી રહી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular