Homeગુજરાતમોરબીશિવાંગભાઈ નાનકના જન્મદિવસ નિમિત્તે વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધોને ભોજન કરાવી જન્મદિવસની ઉજવણી કરાઈ

શિવાંગભાઈ નાનકના જન્મદિવસ નિમિત્તે વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધોને ભોજન કરાવી જન્મદિવસની ઉજવણી કરાઈ

મોરબી; શિવાંગભાઈ નાનક દ્વારા વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધોને ભોજન કરાવી માનવતાનો સંદેશ આપ્યો હતો. તેમની આ અનોખી ઉજવણી સૌ માટે પ્રેરણાદાયી બની રહી છે.

શિવાંગભાઈ દરેક વર્ષે પોતાના જન્મદિવસને સેવાકીય કાર્યો દ્વારા ઉજવે છે અને સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવે છે. આ વર્ષે પણ તેમણે વૃદ્ધોને ભોજન કરાવી તેમની સાથે સમય વિતાવ્યો અને તેમના ચહેરા પર ખુશી લાવવાનો પ્રયાસ કર્યો. શિવાંગભાઈ નાનક પૂર્વે મોરબી જિલ્લા સ્વદેશી જાગરણ મંચ સ્વાવલંબી ભારત અભિયાનના સહ સંયોજક તરીકે કાર્ય કરી ચૂક્યા છે. સાથે જ તેઓ ABVP (અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ)માં મોરબી-માળિયા-હળવદ ભાગ સંયોજક, મોરબી નગર મંત્રી, સહ મંત્રી અને સહ કેમ્પસ પ્રમુખ જેવી અનેક મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી ચૂક્યા છે. હાલમાં તેઓ LLBમાં અભ્યાસ કરી રહ્યા છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular