મોરબી શહેરમાં આરોગ્ય સેવાઓને વધુ સશક્ત બનાવવા માટે એક મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. રાજકોટની જાણીતી એચસીજી હોસ્પિટલના નિષ્ણાત ઓર્થોપેડિક ડૉક્ટર દ્વારા હવે મોરબીમાં જ દર્દીઓને સારવાર અને સલાહની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ ખાસ કન્સલ્ટેશન હેઠળ ડૉ. અચલ સરડવા (MS Orthopedic) દ્વારા ઘૂંટણ, થાપા અને સાંધાના રોગોની નિષ્ણાત સારવાર આપવામાં આવશે. ડૉક્ટરને 5000થી વધુ સર્જરીનો વિશાળ અનુભવ છે, જેના કારણે દર્દીઓને ગુણવત્તાસભર સારવારનો લાભ મળશે.
આ કન્સલ્ટેશન તારીખ 26 માર્ચ 2026, ગુરુવારે સવારે 10:00 થી બપોરે 12:00 વાગ્યા સુધી યોજાશે. જેમાં ફુલ્લી ઓટોમેટિક રોબોટિક પદ્ધતિથી ઘૂંટણના સાંધાની સારવાર, ની-રીપ્લેસમેન્ટ અને હિપ રિપ્લેસમેન્ટ જેવી અદ્યતન સર્જરી અંગે માર્ગદર્શન અને સારવાર ઉપલબ્ધ રહેશે.
જેનુ સ્થળ મોરબીમાં અર્થવ હોસ્પિટલ, એપલ હોસ્પિટલ ત્રીજો માળ, ઉમિયા હોલ સામે મહેશ હોટેલવાળી શેરી શનાળા રોડ મોરબી ખાતે રાખવામાં આવ્યું છે, જ્યાં દર્દીઓ સીધો સંપર્ક કરીને એપોઇન્ટમેન્ટ લઈ શકે છે.