Homeગુજરાતમોરબીમુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા વિશ્વ ટીબી દિવસ પર 5 દર્દીઓને દત્તક લીધા

મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા વિશ્વ ટીબી દિવસ પર 5 દર્દીઓને દત્તક લીધા

તા. 24 માર્ચ, 2026ના રોજ વિશ્વ ટીબી દિવસ નિમિત્તે મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા સતત ચોથા વર્ષે સમાજસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.

24 માર્ચ, 1882ના રોજ રોબર્ટ કોચ નામના વૈજ્ઞાનિક દ્વારા ટીબીના બેક્ટેરિયાની શોધ કરવામાં આવી હતી। આજે તેની 144મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી રહી છે.

આ અવસરે સંસ્થાએ આ વર્ષે પણ 5 ટીબી દર્દીઓને એક વર્ષ માટે દત્તક લઈને તેમને પૌષ્ટિક આહાર કિટ આપવામાં આવી છે, જેથી તેઓ ઝડપથી સ્વસ્થ થઈ શકે અને તેમના જીવનમાં ફરીથી સ્વસ્થતા અને ખુશીઓ આવી શકે.

આ પહેલનો મુખ્ય હેતુ ટીબી જેવી ગંભીર બીમારી સામે લડતા દર્દીઓને પોષણ અને સહકાર આપીને તેમની સારવારમાં મદદરૂપ થવાનો છે. આમાં અમે ટીબી હોસ્પિટલ ના ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ કોઓર્ડિનેટર પિયુષભાઈ જોશી નો ખુબ ખૂબ આભાર માનીયે છે.

મોરબી જિલ્લામાં અંદાજે 850 જેટલા ટીબીના દર્દીઓ હોવાનું માનવામાં આવે છે, જે સમાજ માટે ચિંતાનો વિષય છે. જો કોઈપણ વ્યક્તિ આ સેવાકીય કાર્યમાં જોડાવા ઇચ્છે છે, તો તેઓએ મુસ્કાન વેલ્ફેર સોસાયટી સાથે જોડાઈને આ સેવા યાત્રાનો ભાગ બનવા આમંત્રણ આપવામાં આવે છે.

અંતમાં, તમામ દર્દીઓ ઝડપથી સ્વસ્થ થાય અને સામાન્ય જીવન તરફ પરત ફરે તેવી પ્રાર્થના છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular