મોરબીમાં રહેતા દર્દીઓ માટે સારા સમાચાર છે. રાજકોટની એચસીજી હોસ્પિટલના નિષ્ણાત કેન્સર સર્જન દ્વારા મોરબીમાં રાહતદરે કેન્સર કન્સલ્ટેશનનુ આયોજન કરવામાં આવ્યું છે. આ કન્સલ્ટેશમા માથા અને ગળાના કેન્સર સહિત વિવિધ પ્રકારના કેન્સરની તપાસ અને માર્ગદર્શન આપવામાં આવશે.
આ કન્સલ્ટેશન બુધવાર, તા. 25 માર્ચ 2026ના રોજ સવારે 10:00 થી બપોરે 12:00 વાગ્યા સુધી યોજાશે. કેમ્પમાં એમ.ચી. (Head & Neck Surgery) નિષ્ણાત ડૉ. મોનીલ પરસાણા દર્દીઓને તપાસી યોગ્ય સલાહ આપશે.
જેમાં મોઢા અને જડબાના કેન્સર, થાઈરોઈડ ગાંઠ, સ્વરપેટીનું કેન્સર, લાળગ્રંથિની ગાંઠ, પેરાથાઈરોઈડ ગ્રંથિની ગાંઠ તથા માઈક્રોવાસ્ક્યુલર ફ્રી ફ્લેપ જેવી સર્જરી અંગે માહિતી અને સારવાર અંગે માર્ગદર્શન આપવામાં આવશે.
આ કન્સલ્ટેશન મોરબીના સનાળા રોડ પર આવેલ સત્યમ હોસ્પિટલ, ખુશ્બુ હોસ્પિટલની સામે, એન.આર. સરકાર બાગ, કાયાજી પ્લોટ, સરદારનગર ખાતે યોજાશે. વધુ માહિતી અને એપોઈન્ટમેન્ટ માટે 8160516145 નંબર પર સંપર્ક કરવા જણાવાયું છે.