Homeગુજરાતમોરબી APMCમાં તારીખ 25 થી 31 માર્ચ સુધી રજા જાહેર કરાઈ

મોરબી APMCમાં તારીખ 25 થી 31 માર્ચ સુધી રજા જાહેર કરાઈ

મોરબી સ્થિત શ્રી ખેતીવાડી ઉત્પન્ન સમિતિ બજાર દ્વારા જાહેર કરવામાં આવેલ છે કે ચાલુ નાણાકીય વર્ષ પુરૂ થતુ હોય તેથી વેપારીઓને હિસાબોનુ કાર્ય પુર્ણ કરવાનું હોય જે ધ્યાનમાં રાખીને આગામી તારીખ 25 માર્ચથી 31 માર્ચ 2026 દરમિયાન અનાજ વિભાગમા રજા જાહેર કરવામાં આવી છે.

(૧) તા.૨૫-૩-૨૦૨૬ થી તા.૩૧-૩-૨૦૨૬ સુધી યાડૅમાં અનાજ વિભાગમાં રજા જાહેર કરવામાં આવે છે.

(૨) તા.૨૪-૩-૨૦૨૬ને મંગળવારના સવારના ૧૦-૦૦ વાગ્યા સુધી જ આવક આવવા દેવામાં આવશે. ત્યારબાદ આવક બંધ કરવામાં આવે છે. ઉતરાઈ કરવા દેવામાં આવશે નહી.

(૩) તા.૨૫-૩-૨૦૨૬ને બુધવારના રોજ પેન્ડીંગ માલની હરરાજી લેવામાં આવશે.

(૪) તા.૩૧-૩-૨૦૨૬ને મંગળવારના રોજ બપોરના ૪-૦૦ વાગ્યાથી આવક આવવા દેવામાં આવશે.

(૫) તા.૧-૪-૨૦૨૬ને બુધવારથી અનાજ વિભાગમાં રાબેતા મુજબ હરરાજીનુ કામકાજ શરૂ કરવામાં આવશે.

નોંધ : રજાના દિવસોમાં વેપારીઓએ સેડ ઉપરથી પોતાનો માલ ઉપાડી લેવાની ખાસ સુચના આપવામાં આવે છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular