મોરબી શહેરના વિધ્યુતનગર વિસ્તારમાં એક મહિલાની સાથે થયેલી મારામારીની ઘટના સામે આવી છે, જેમાં પાડોશીઓ વચ્ચેનો સામાન્ય બોલાચાલીનો મુદ્દો હિંસક ઝઘડામાં પરિવર્તિત થયો હતો. જેથી આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં સામા કાંઠે આવેલ વિદ્યુત નગર વિક્રમવાડી હનુમાનજી મંદિર પાસે રહેતા શારદાબેન ટીકુભાઈ થરેશા (ઉ.વ.૫૦) એ આરોપી મુળુભાઈ તથા મુળુભાઈની પત્ની પુરીબેન તથા મુળુભાઈના દિકરા અશોકભાઈની પત્ની વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરિયાદી પોતાના ઘર પાસે પાણી થી શેરી ધોતા હોય અને આ પાણી તેમના પાડોશીના ઘર પાસે શેરી ઉપર આવતા જેથી પાડોશી પુરીબેન ને બહાર આવી કહેલ કે શુકામ શેરીમાં પાણી ઢોરો છો તેમ કહેતા ફરીયાદિએ કહેલ કે શેરી કોઈ ના બાપની ન હોય તેમ કહેતા આ પુરીબેનને શારૂ નહી લાગતા ગાળો બોલી મારો હાથ પકડી તથા તેના પતી એ આવી ફરીયાદિને મારમારતા ફરીયાદી ત્યાથી પાડોશીના મકાન માં ભાગી ગયેલ અને ત્યા આ પુરીબેન તથા તેના દિકરા અશોકના પત્ની આવી બ ને ગાળો આપતા વું બહાર આવતા ફરીયાદી સાથે હાથથી મારામારી કરતા ફરીયાદી નિચે પડી જતા ફરીયાદીને શરીરે આ પુરી બેને તથા તેના દિકરાની વહુ ઢીકા પાટુથી મારવા લાગેલ જેમા મને બન્ને હાથમાં છાતીમાં વાસાના ભાગામાં મુઢ ઈજાઓ પોહચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.