મોરબીમા ભાગીદારીનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે જેમાં વેપારીને આરોપીએ બંધ કંપની ચાલુ કરવા માટે પૈસાની જરૂર બતાવી વેપારીને કંપનીના ભાગીદાર બનાવવાની વાત કરી વિશ્વાસમાં લઈ રૂપિયા લય લિધેલ તેમજ કંપની બંધ થતા વેપારીએ રૂપિયા પરત માગતા આરોપીએ વેપારીને પ્લોટ આપવાની વાત કરી રૂપિયા લય પ્લોટનો સોદાખત કરી પ્લોટ બિજાને વેચાણ કરી દય વેપારી સાથે કુલ. રૂપિયા ૧,૧૯,૫૫,૭૦૮ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મુળ સુરેન્દ્રનગર જિલ્લાના જસાપર ગામના વતની અને હાલ રવાપર રોડ કેપીટલ માર્કેટ સામે ગોલ્ડ પેલેસ એપાર્ટમેન્ટમા ૬૦૧ માં રહેતા અને વેપાર કરતાં જયેન્દ્રભાઈ અમૃતલાલ દલસાણીયા (ઉ.વ.૪૩) એ આરોપી યેશા ટાઇલ્સ પ્રા.લી. હસ્તે ડાયરેક્ટર રાજેન્દ્રકુમાર ચતુરભાઈ હાલપરા રહે. પ૦૨ ભગવતી ટીવીન્સ -બી સાનિધ્ય પાર્ક સોસાયટી રવાપર મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ યેશા ટાઈલ્સ પ્રા.લી. કંપની બંધ પડી ગયેલ હોય જે ચાલુ કરવા માટે રૂપિયાની જરૂરત હોય જેથી ફરિયાદીને કંપનીના ભાગીદાર બનાવવાની વાત કરી વિશ્વાસમાં લઈ અલગ અલગ તારીખે કંપનીના ખાતામાં રૂપિયા ૧૮,૫૦,૦૦૦/- ઓનલાઈન ટ્રાંન્સફર કરાવેલ તેમજ રૂપિયા ૧૫,૦૦,૦૦૦/- રોકડા આરોપીના કહેવાથી દિપકભાઈ આહીરને આપેલ હોય બાદ કંપની બંધ થઈ જતા ફરિયાદીએ આરોપી પાસે રૂપિયા પરત માંગતા કંપનીની જગ્યામાં પ્લોટ પાડી ફરિયાદીને પ્લોટ આપવાની વાત કરી ફરિયાદી પાસેથી પ્લોટના અગાઉ આપેલ રૂપિયા ૩૩,૫૦,૦૦૦/- તેમજ રૂપિયા ૮૬,૦૫,૭૦૮/- ફરિયાદીએ તેના સગા વ્હાલા પાસેથી ઉછી ઉધારા કરીને રોકડા આરોપીને આપેલ જે કુલ રૂ. ૧,૧૯,૫૫,૭૦૮/- આરોપીએ લઈને પ્લોટનો સોદાખત કરી આપી પ્લોટ બીજાને વેચાણ કરી દઈ ફરિયાદીને સોદાખત કરેલ પ્લોટનો દસ્તાવેજ નહીં કરી આપી તેમજ ફરિયાદીને તેના રૂપિયા પરત નહીં આપી છેતરપિંડી કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈ.પી.કો. કલમ ૪૦૬,૪૨૦ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.