મોરબી શહેરમાં દલવાડી સર્કલથી પંજરાપોળ ચોકડી સુધીના માર્ગ પર મેટલ અને ધૂળના કારણે અકસ્માતોની ઘટનાઓ વધતા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ મુદ્દે મોરબી જીલ્લા યુવા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ અલ્પેશ કોટડીયાએ મહાનગરપાલિકાના કમિશનરને લેખિત રજૂઆત કરીને તાત્કાલિક પગલાં લેવા માંગ કરવામાં આવી છે.
રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબીના દલવાડી સર્કલથી જતા ડાબી સાઈડમાં રોડ ઉપર ધૂળ તથા જીણી મેટલ આવી જતા ઈન્દ્રપ્રસ્થ સોસાયટીની બહાર નીકળતા ૧૦ દિવસ પહેલા આ માટીના કારણે એક બાઈક સવાર બહાર નીકળવાની સાથે જ ત્યાં લપસી જતા અકસ્માત થયેલ જેમાં પોતે જીવ ગુમાવેલ.
તેમજ કામધેનુની સામે આવેલ GJ-5 ડોસાની બાજુમાં એક મહિના પહેલા એક છોકરી કોલેજ જતા ત્યાં લપસી જતા તેમને પણ જીવ ગુમાવેલ તથા GJ-5 ડોસાની આગળની સાઈડ આવતા એક યુવાન લપસી જતા તેને પણ અકસ્માતનું ભોગ બનેલ તેમજ શક્તિ હોટલ ક્રિષ્ના પાનની બાજુમાં પણ એક અકસ્માત બનેલ. જેથી આ ધૂળ તથા મેટલ રોડ ઉપર આવી જતા અવારનવાર અકસ્માતનો ભોગ બને છે, જેથી તાત્કાલિકના ધોરણે તે રોડ સાફ કરવાં કમીશ્નરને રજુઆત કરી માંગ કરી છે.