ટંકારા તાલુકાના ઘુનડા (સજનપર) ગામે જમીન બાબતના જૂના વિવાદનો ખાર રાખીને વૃદ્ધ પર ભત્રીજાઓ દ્વારા લાકડાના ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો. જે બાદ ભોગ બનનારે આ બનાવ અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સો સામે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના શહેરમાં આવેલ પરશુરામ પોટરી સો – ઓરડી રોડ વરીયા દેવના મંદિર પાછળ રહેતા ધનજીભાઈ દેવજીભાઈ જાદવ (ઉ.વ.૭૦) એ આરોપી દેવજીભાઇ માવજીભાઇ જાદવ, હરેશભાઇ માવજીભાઇ જાદવ, (રમેશભાઇ માવજીભાઇ જાદવ, નરેશભાઇ માવજીભાઇ જાદવ રહે- ધુનડા (સ) તા- ટંકારાવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી ધુનડા (સ) ગામે મહાકાળી માતાજીના મંદીરે શ્રીફળ વધેરવા ગયેલ હોય તે વખતે આરોપીઓ સાથે ફરીયાદીને અગાઉ જમીન બાબતે બોલાચાલી થયેલ હોય તેનો ખાર રાખી મંદીરની બહાર શેરીમા આરોપીઓ ફરીયાદીને મળેલ અને કહેલ કે તારે મંદીરે નહી આવવુ તેમ કહેતા ફરીયાદીએ આરોપીઓને કહેલ કે આ મંદીર તેમના પણ માતાજીનુ છે તેમ કહેતા આરોપીઓ એકદમ ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને ગાળો આપી લાકડાના ધોકા વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.