Homeગુજરાતમોરબીવ્યાજખોરોના ત્રાસથી મોરબીમાં આધેડ પરેશાન! ₹65 હજાર લીધા, ₹50 હજાર વ્યાજ ચૂકવ્યા...

વ્યાજખોરોના ત્રાસથી મોરબીમાં આધેડ પરેશાન! ₹65 હજાર લીધા, ₹50 હજાર વ્યાજ ચૂકવ્યા છતાં ધમકીઓ ચાલુ

મુદલ કરતા વ્યાજ વધારે… છતાં ત્રાસ બંધ નહીં! મોરબીમાં બે વ્યાજખોર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ

મોરબીમાં વ્યાજખોરી અને ધમકીઓનો એક વધુ બનાવ સામે આવ્યો છે. જેમાં મોરબી લિલાપરમા રહેતા આધેડે ૬૫ હજાર રૂપિયાનુ ઉછીના રૂપિયા લઈ ૫૦ હજાર વ્યાજ ચુકવ્યા હતા બે શખ્સોએ આધેડને મુદલ રકમ ભરવા ધમકીઓ આપી હોય જેથી આ મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બે વ્યક્તિઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર પ્રકાશનગર સોસાયટીમાં રહેતા હરેશભાઈ માવજીભાઈ જાદવે (ઉ.વ.૪૬) એ આરોપી મહેશભાઈ ધનજીભાઈ જાદવ અને ઘનજીભાઈ દેવજીભાઈ જાદવ રહે બંને સો ઓરડી વિસ્તાર મોરબીવાળા વિરુદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીએ આરોપીઓ પાસેથી સને-૨૦૨૨ના ફેબ્રુઆરી તથા સને-૨૦૨૩ના માર્ચ મહીનામાં રૂપીયા ૬૫,૦૦૦/-, ૫ % લેખે વ્યાજે લીધેલ હોય જેનું ફરીયાદીએ રૂ/-૫૦,૦૦૦/- વ્યાજ ચુકવેલ હોય તેમ છતા આરોપીઓએ ફરીયાદીને અવાર નવાર રૂબરૂ તથા ફોન ઉપર વ્યાજ તથા મુદ્દલ રકમ ભરવા ધમકીઓ આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ બી.એન.એસ. કલમ 351(2), 351(4), 54 તેમજ ગુજરાત નાણા ઘીરધાર કરનારા બાબત અધિનિયમની કલમ 40 અને 42 મુજબ ગુનો નોંધ્યો છે. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular