Homeગુજરાતમોરબીમોરબીમાં 608 આવાસોને મળશે નવી જિંદગી: અધૂરા IHSDP પ્રોજેક્ટના કામ ફરી શરૂ

મોરબીમાં 608 આવાસોને મળશે નવી જિંદગી: અધૂરા IHSDP પ્રોજેક્ટના કામ ફરી શરૂ

મોરબી મહાનગરપાલિકા દ્વારા કામધેનું બાયપાસ રોડ ઉપર આવેલ સર્વે નં. ૧૪૧૫/૩ ની જગ્યામાં નિર્માણ થયેલ મુખ્યમંત્રી આવાસ યોજના(IHSDP) હેઠળના ૬૦૮ આવાસોના અધૂરા કામ પૂર્ણ કરવા કામગીરી શરુ કરવામાં આવી.

સરકાર દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજના (IHSDP) હેઠળ દલવાડી સર્કલ, કામધેનું બાયપાસ પાસે આવેલ વાજેપરના સર્વે નંબર ૧૪૧૫ પૈકી ની જગ્યામાં ૬૦૮ આવાસોનું નિર્માણ કરવામાં આવેલ છે. જે અન્વયે તા.૨૨/૦૩/૨૦૨૧ ના રોજ કોમ્પ્યુટર આધારિત ડ્રો કરવામાં આવેલ છે. અને ૬૦૮ લાભાર્થીઓ આખરી થયેલ છે. સદર પ્રોજેક્ટનું બાંધકામનું કામ વર્ષ-૨૦૨૧માં પૂર્ણ થયેલ હતું પરંતુ સાઈટ ઉપર બારી બારણા ફીટીંગ કામ, કલરકામ, ઇલેક્ટ્રિકનું બાકી કામ, ડ્રેનેજ ક્નેકશન, પ્લમ્બિંગ કામ, કંપાઉન્ડ વોલ, મેઈન ગેટ, ગાર્ડન, સ્ટ્રીટ લાઈટ તેમજ અન્ય પરચુરણ કામગીરી અધુરી હોઈ જે પૂર્ણ કરવા મોરબી મહાનગરપાલિકા દ્વારા અધૂરા કામનું ટેન્ડરીંગ પ્રક્રિયા પૂર્ણ કરીને નિયમોનુસારની પ્રક્રિયા કરીને એજન્સીની નિયુક્તિ કરવામાં આવેલ છે. અને એજન્સી દ્વારા પ્રોજેક્ટ અન્વયેનું અધૂરું કામ પૂર્ણ કરવા અંગેની કામગીરી શરુ કરી દેવામાં આવેલ છે. આ કામ પૂર્ણ થયેથી IHSDP યોજનાના ૬૦૮ આખરી થયેલ લાભાર્થીઓને આવાસની ફાળવણી કરવામાં આવશે અને લાભાર્થીઓને પોતાના સપના નું ઘર મળશે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular