મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના જામસર ગામ રહેતા વાઘજીભાઈ શીવાભાઈ દેલવાડીયા (ઉ.વ.૫૭) તથા તેનો દિકરો જયદેવભાઈ (ઉ.વ.૨૪) જામસર ગામની સીમમાં પોતાની વાડીએ હોય અને તેની નીરણ સળગતા જે ઓલવવા માટે જતા વાડીમાંથી પસાર થતી જી.ઈ.બી. ની ત્રણ તારની ઈલેક્ટ્રીક લાઇનમાંથી એક તાર તુટી નીચે પડેલ હોય જેના પર વાઘજીભાઈનો પગ આવતા ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા વાઘજીભાઈનુ મોત નિપજ્યું હતું જ્યારે તેને બચાવવા જતા જયદેવ ને પણ ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા હાલ તેને રફાળેશ્વર હોસ્પિટલમાં બેભાન હાલતમાં સારવાર હેઠળ રાખવામાં આવેલ છે આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસને જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી છે.