વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ભેરડા ગામની સીમમાં બનેલ ઘરફોડ ચોરીના અનડિટેક્ટ ગુનાનો સફળ ભેદ ઉકેલી ચોરાયેલા મુદ્દામાલ સાથે ચાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.
વાંકાનેર તાલુકાના ભેરડા ગામની સીમમાં ગુરૂકૃપા મીનરલ્સ નામના ગળદા બેલા પથ્થર પ્લાન્ટના લેબર ક્વાર્ટરમાં કોઇ અજાણ્યા ચોર ઇસમ/ઇસમો એ તાળા તોડી ક્વાટરમાં પ્રવેશ કરી ક્વાટરમાં રાખેલા (૧) ૦૬ એમ.એમ પટ્ટી કેબલ વાયર આશરે ૮૦૦ મીટર કિ.રૂ.૧,૮૬,૪૦૦/- (૨) પાવર પ્લાયના સ્ટાટર નંગ-૦૮ કિ.રૂ.૮,૦૦૦/- એમ કુલ કિ.રૂ.૧,૯૪,૪૦૦/- (એક લાખ ચોરાણુ હજાર ચારસો)ની મત્તાની ચોરી કરી લઇ જતા ગુન્હો બનેલ હોય જે અનડીટેક્ટ ગુનાનો વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ભેદ ઉકેલી ચોરી કરનાર આરોપી વાસુદેવભાઇ રમેશભાઇ દેગામાં (ઉવ.૨૩) રહેવાસી મકનસર વાદી વિસ્તાર સમજી મંદીર પાછળ તાલુકો જિલ્લો મોરબી, મનજીભાઇ ઉર્ફે શક્તિભાઇ મંગાભાઇ થરેસા (ઉવ-૩૦) રહેવાસી મકનસર પોલીસ ચોકી પાછળ તાલુકો જિલ્લો મોરબી, કનૈયાલાલ મગનાલાલજી રેગર રહેવાસી ભલે સરતાનપર રોડ મોટો ચોકડી પાસે તાલુકો વાંકાનેર જિલ્લો મોરબી મુળ ગામ બામણી બાલાજી કા મહોલ્લા તાલુકો આસીદ જીલ્લો ભીલવાડા રાજસ્થાન તથા ભેરૂલાલ માંગુલાલ ગુર્જર (ઉવ-૫૫) રહેવાસી હુવા ચોકડી રામદેવ હોટલ પાછળ તાલુકો વાંકાનેર જિલ્લો મોરબી મુળ રહેવાસી કુવારીયા પોલીસ સ્ટેશન કાલેસરીયા જિલ્લો રાજસમંદ રાજ્ય રાજસ્થાનવાળાને ચોરીમાં ગયેલ મુદામાલ સાથે વાંકાનેર તાલુકા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.