Homeગુજરાતમોરબીટંકારા નજીક ડાયરા પ્રોગ્રામને લઈ કલાકારને ફોન પર ધમકી; બોટાદના બે શખ્સો...

ટંકારા નજીક ડાયરા પ્રોગ્રામને લઈ કલાકારને ફોન પર ધમકી; બોટાદના બે શખ્સો સામે ગુનો દાખલ

ટંકારાના કલાકાર ડાકલા વગાડી ડાયરા કરતા હોય અને આરોપીઓ‌ પણ ડાયરા કરતા હોય અને ટંકારાના કલાકાર ડાયરા કરવા બોટાદ જવાના હોય આરોપીઓએ પસંદ ન આવતા કલાકારને ફોન પર બેફામ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ ટંકારા ઘેટીયા વાસમાં રહેતા અને ડાક વગાડતા કલાકાર હરેશભાઇ ગુણવંતભાઈ પનારા (ઉ.વ.૨૬) એ આરોપી શૈલેષ વિરમભાઇ રાવળ તથા હરેશ કણબી રહે. નીંગાળા તા.જી. બોટાદવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી ડાકલા વગાડી ડાયરા કરતો હોય અને આરોપીઓ પણ ડાયરા કરતા હોય જેથી ફરીયાદી બોટાદ બાજુ ડાયરા કરવા જવાનો હોય જે આરોપીઓને પસંદ ન આવતા આરોપીઓએ ફરિયાદીને ફોન પર વારાફરતી બેફામ ગાળો આપી ફરિયાદીને કહેલ કે તું નીંગોળા બોટાદ બાજુ ડાક વગાડવાનો પ્રોગ્રામ કરવા ક્યારે આવાનો છો તેમ કહી ભેગો થવાનું કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular