Homeગુજરાતમોરબીમોરબી મહાનગરપાલિકાની ફાયર શાખાએ 03 સરકારી કચેરીમાં 105 કર્મચારીઓને કાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ...

મોરબી મહાનગરપાલિકાની ફાયર શાખાએ 03 સરકારી કચેરીમાં 105 કર્મચારીઓને કાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી

મોરબી મહાનગરપાલિકા અગ્નિશમન શાખા દ્વારા 03 સરકારી કચેરી ૧૦૫ માણસોને ફાયર પ્રિવેન્શનની ટ્રેનિંગ આપવામાં આવેલ. વધુ પ્રિવેન્શન ના ભાગ રૂપે સમાજવાડી, કોમ્પ્લેક્ષ અને ઇન્ડસ્ટ્રીઝ જેવી બિલ્ડીંગ નું ફાયર સેફ્ટી સર્ટિફિકેટ નું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને સાથે ફાયર NOC ન ધરાવતા બિલ્ડીંગને નોટીસ આપવામાં આવી અને પ્રિવેન્શન ને લગતી સૂચનો અને જરૂરી ગાઈડલાઈન પણ આપવામાં આવી.

અગાઉ અપાયેલ નોટીસના પગલે ૧૯૦ કોમ્પ્લેક્ષ અને ૩૮ સમાજવાડીમાં ફાયરની સીસ્ટમ લગાવેલ તથા કામગીરી ચાલુ કરેલ છે. અને આ સમયમાં ૦૨ ફાયર સેફટી અપ્રુવલ માટેની અરજી આવેલ જે આર.એફ.ઓ. કચેરી માં ફોરવર્ડ કરેલ છે. આમ આ ફાયર ટ્રેનિંગ અને ફાયર પ્રિવેન્શન નો મુખ્ય ઉદેશ્ય મોરબીના લોકોને ફાયર સેફટી વિષે માહિતગાર કરવા, ફાયર સાધનો નો યોગ્ય ઉપયોગ કરવા અને કોઈ પણ ઇમરજન્સી વખતે તાત્કાલિક ધોરણે અગ્નિશમન શાખાનો સંપર્ક કરી નાની-મોટી દુર્ઘટના અથવા કોઈ જાન-હાનિ કે પછી કોઈ મોટી આપદા નિવારી શકાય અને જાન-માલને બચાવી શકાય.

તેમજ મોરબી શહેર તથા જિલ્લામાં ૦૩ રેસ્ક્યુ કોલ ૦૨ આગ લાગવાના બનાવ બનેલ તેમાં ફાયરના જવાનો ફુલ (PPE)આધુનિક સાધનો પહેરીને કામગીરી કરવામાં આવી

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular