Homeગુજરાતમોરબીઆંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા ચિત્ર સ્પર્ધા...

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા ચિત્ર સ્પર્ધા યોજાઈ 

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા લાયન્સ નગર (ગોકુળ) પ્રાથમિક શાળામાં ધોરણ ૫ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા દિવસનું મહત્વ વિદ્યાર્થીઓ સમજી શકે તેમજ તેમામાં રાષ્ટ્રીય ભાવના અને શૈક્ષણિક કૌશલ્યનો વિકાસ થાય તે હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો.

આ સ્પર્ધામાં ધોરણ ૫ થી ૮ ના આશરે ૬૦ જેટલા વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત આશરે ૨૫૦ જેટલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે એક-એક બોલપેન પણ આપવામાં આવી હતી.

આ કાર્યક્રમ દરમિયાન લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના સેક્રેટરી લા. કેશુભાઈ દેત્રોજા, ખજાનચી લા. ચંદુભાઈ કુંડારિયા, પાસ્ટ પ્રમુખ લા. ત્રિભોવનભાઈ સી. ફુલતરિયા, લાયન સભ્યો લા. મણીલાલ જે. કાવર અને લા. નાનજીભાઈ મોરડીયા ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમ માટે કલબના પ્રમુખ લા. હરખજીભાઈ ટી. સુવારિયા તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના ફર્સ્ટ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લા. રમેશભાઈ રૂપાલાનો શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવ્યો હતો. તેમજ લાયન્સ નગર (ગોકુળ) પ્રાથમિક શાળાના તમામ સ્ટાફ ભાઈઓ અને બહેનોએ સુંદર આયોજન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન લા. ટી.સી. ફુલતરિયા, મારવાણિયા સાહેબ તેમજ પુનમબહેન દ્વારા વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular