Homeગુજરાતમોરબીહળવદના કડીયાણા ગામે બે પક્ષો વચ્ચેધોકા, પાઇપ વડે મારમારી થતા સામસામે ફરીયાદ...

હળવદના કડીયાણા ગામે બે પક્ષો વચ્ચેધોકા, પાઇપ વડે મારમારી થતા સામસામે ફરીયાદ દાખલ 

હળવદ તાલુકાના કડીયાણા ગામે માથક ચોકડી પાસે અગાઉના ઝઘડા બાબતે બે પક્ષો વચ્ચે ધોકા, પાઈપ, તલવાર વડે મારમારી થતા બંને પક્ષો દ્વારા હળવદ પોલીસ સ્ટેશનમાં સામસામે ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના કડીયાણા ગામની સીમમાં દેવીપુજક વાસમાં રહેતા જશીબેન કાળુભાઈ વાઘેલા (ઉ.વ.૪૭) એ આરોપી મહાદેવભાઈ કાળુભાઈ કોળી, સામંતભાઈ મહાદેવભાઈ કોળી, તથા એક અજાણ્યા ઈસમ રહે. બધા રાયધ્રા તા. હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદિ તથા સાથીઓને આરોપીઓએ અગાઉ થયેલ ઝઘડા બાબતે સમાધાન કરવા માટે કડીયાણા ગામ માથક ચોકડી ખાતે બોલાવી આરોપીઓ એક ફોર વ્હિલ ગાડીમા આવી ફરીયાદી તથા સાથીઓને ગાળોબોલી ઢીકાપાટુનો માર મારી તલવાર તથા છરી તથા કુહાડી જેવા હથીયાર ધારણ કરી ફરીયાદિને પેટના ભાગે તથા ડાબા હાથમા છરીથી ગંભીર પ્રાકરની ઇજાઓ કરી તથા ફરીયાદીના દિકરા નવઘણભાઇને છાતીના ભાગે તથા પેટના ભાગે છરી, તલવાર, કુહાડી જેવા હથીયાર થી ગંભીર પ્રાકારની ઇજાઓ પહોચાડી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે સામાપક્ષે હળવદ તાલુકાના ચાડધ્રા ગામે રહેતા મહાદેવભાઈ કાળુભાઈ દેત્રોજા (ઉ.વ.૪૦) એ આરોપી નવઘણભાઈ કાળુભાઈ દેવીપુજક તથા વિક્રમભાઈ રહે. કડીયાણા ગામ તા. હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરિયાદી તથા આરોપીઓને અગાઉ બોલાચાલી થયેલ હોય જે બાબતનો ખાસ રાખી આરોપીઓએ સાથી સામતને ફોનમાં ગાળો બોલતા હોય જેથી ફરિયાદીએ આરોપીને વાતચીત કરવા કડીયાણા ગામ માથક ચોકડી ખાતે ભેગા થયેલ હોય જે વાતચીત કરતા હતા ત્યારે આરોપીઓએ ફરિયાદીને ગાળો બોલી ઢીકા પાટુનો માર મારી તથા લોખંડના પાઇપ વડે માર મારી ઇજા કરી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular