વાંકાનેર શહેરમાં આવેલ ભાટીયા સોસાયટીમાં પટેલ પાન પાસે વાહન લે વેચ ના પૈસા બાબતે અગાઉ માથાકુટ થયેલ હોય જે બાબતનો ખારમા બે પક્ષો વચ્ચે મારામારી થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો જ્યાં બંને પક્ષો દ્વારા સામસામે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરમાં આવેલ ભાટિયા સોસાયટી ભૂતનાથ મંદિર પાસે રહેતા સંજયભાઈ રાણાભાઇ ખાંડેખા (ઉ.વ.૩૨) એ આરોપી હરપાલસિંહ કિશોરસિંહ ઝાલા, કિશોરસિંહ ઝાલા, રવિરાજસિંહ કિશોરસિંહ ઝાલા, પુષ્પરાજસિંહ કિશોરસિંહ ઝાલા રહે ચારે વાંકાનેર ભાટીયા સોસાયટી તથા શિવરાજ સિંહ સહદેવસિંહ ઝાલા, મહેન્દ્રસિંહ સહદેવસિંહ ઝાલા રહે. વઘાસિયા તા. વાંકાનેરવાળા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તથા આરોપીને અગાઉ સાત આઠ મહિના પહેલા વાહન લે વેચના પૈસા બાબતે મારામારી થયેલ હોય જે બાબતનુ મનદુખ રાખી આરોપીઓ સ્વિફ્ટ કાર તથા બોલેરો ગાડીમા આવી સાથી હરેશભાઇને આરોપી હરપાલસિંહએ છરી વડે ઇજા કરી તેમજ આરોપી શિવરાજસિંહએ સ્વિફ્ટ કાર ચલાવી સાથીઓને મારી નાખવાના ઇરાદે ટલ્લો મારી નાની મોટી ઇજાઓ કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે સામાપક્ષે વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામે રહેતા શિવરાજસિંહ સહદેવ સિંહ ઝાલા (ઉ.વ.૩૦) એ આરોપી સંજયભાઇ રાણાભાઇ ખાંડેખા , બળદેવભાઇ રાણાભાઇ ખાંડેખા, હરેશભાઇ રાણાભાઇ ખાંડેખા, અંકુર રાજગોર, શીવાજી રાજગોર, રાહુલ રાજગોર, રોહિત ખેંગારભાઇ રાજગોર, રમેશ ધિરૂભાઇ રાજગોર રહે તમામ ભાટીયા સોસાયટી વાંકાનેરવાળા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે સાથી હરપાલસિંહને આરોપી સંજયભાઈ સાથે અગાઉ સાત આઠ મહિના પહેલા વાહન લે વેચ ના પૈસા બાબતે મારામારી નો બનાવ બનેલ હોય જે બનાવની દાજ રાખી ફરીયાદીની સ્વિફ્ટ કારના આગળ પાછળના બન્ને કાચ ઉપર ધોકા તથા પાઇપ વડે આડેધડ ઘા કરી ગાળો આપી સ્વિફ્ટ કારને નુકશાન કર્યું હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બંને પક્ષો દ્વારા સામસામે ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.