HomeગુજરાતમોરબીOda Class એપ મારફતે છેતરપીંડી, મોરબીના વ્યક્તિ સાથે ઓનલાઈન 11 હજારનું ફ્રોડ

Oda Class એપ મારફતે છેતરપીંડી, મોરબીના વ્યક્તિ સાથે ઓનલાઈન 11 હજારનું ફ્રોડ

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓનલાઈન એજ્યુકેશન એપ્લિકેશનના બહાને છેતરપીંડી થયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. મોરબીના એક વ્યક્તિ પાસેથી ધોરણ-૮માં અભ્યાસ કરતી દીકરીના અભ્યાસ માટે કોર્ષમાં એડમિશન કરાવવાના બહાને રૂપિયા ૧૧ હજારની ઠગાઈ કરવામાં આવી હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીમાં રહેતા એક ફરીયાદી (ઉ.વ.૪૫)એ આરોપી અજાણ્યા શખ્સો વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીની દિકરી ધોરણ-૮ માં અભ્યાસમાં આવેલ હોય જેથી તેમના અભ્યાસનુ સ્તર સુધારવા માટે ફરીયાદીએ તેમના મોબાઇલ નંબર ઉપર Pigeon Education Tecnology કંપનીની Oda class નામની મોબાઇલ એપ્લીકેશન ડાઉનલોડ કરેલ જેમા ફરીયાદીએ બે વખત UPI ID પરથી રૂપિયા ૪૯/- ઓનલાઇન પેમેન્ટ કરી કોર્ષ કરાવેલ બાદ ફરીયાદીએ તા.૬/૪/૨૦૨૪ ના રોજ UPI ID <odaclass.rzp @mairtel> ઉપર રૂપીયા ૧૦૦૦ માસ્ટર કોર્ષમાં એનરોલમેન્ટ કરાવેલ બાદ તા. ૮/૪/૨૦૨૪ થી શરૂ થતી બેંચ માટે આરોપીઓએ ફરીયાદીને લીંક આપેલ જે તમામ આરોપીઓએ ફરીયાદીને Oda class નામની મોબાઇલ એપ્લીકેશનમાં પેમેન્ટ કરવા જણાવેલ પણ ફરીયાદીએ કોઇપણ પ્રકારનુ પેમેન્ટ કરેલ નહી. બાદ આરોપીઓએ ફરીયાદીને અગાઉ પેમેન્ટ જે લીંક આપેલ હોય જેમાં ફરીયાદીએ અગાઉ રૂપીયા ૪૯/- નુ પેમેન્ટ બતાવતુ હોવાથી ફરીયાદીને વિશ્વાસ આવેલ જેથી ફરીયાદીએ તા.૭/૪/૨૦૨૪ના રોજ આરોપીની Oda class નામની મોબાઇલ એપ્લીકેશનમાં UPI ID ઉપર રૂપીયા ૧૧૦૦૦/- ઓનલાઇન પેમેન્ટ કરેલ બાદ હ ફરીયાદીએ પોતાની દિકરીનુ અભ્યાસ માટે Pigeon Education Tecnology કંપનીની Oda classમાં ધોરણ-૮ ની એનરોલમેન્ટની ફી ૧૧૦૦૦/- રૂપીયા ચુકવેલ હોવા છતા Oda Class મોબાઇલ એપ્લીકેશનમાં ફરીયાદીનુ એનરોલમેન્ટ થયાનું કે બાકીના રૂપિયા ૧૧૦૦૦/- નું પેમેન્ટ થયાનું અપડેટ નહી બતાવતા તેમજ ફરીયાદિની દિકરીની અભ્યાસ બેંચ શરૂ નહી થતા ફરીયાદીએ આરોપીને અવાર નવાર ફોન કરતા આરોપી જવાબ આપવાનુ ટાળી દેતા ફરીયાદીને તેમની સાથે ફ્રોડ થયાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular