Homeગુજરાતમોરબીટંકારા ખાતે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો 

ટંકારા ખાતે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો 

ટંકારા મુકામે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવણીનાં ભાગરૂપે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉગમણાં નાકા વિસ્તારમાં ચિત્રકૂટ ધામ ખાતે બપોરે ૦૨ થી ૦૫ દરમિયાન યોજાયેલાં મેડિકલ કેમ્પમાં મોરબીથી વેલ કેર હોસ્પિટલનાં ડો. યશ કડિવાર, દેવકી હોસ્પિટલનાં ડો.પાયલ ફળદુ, અભય સરડવા સહિત અનેક સેવાભાવી ડોક્ટર્સની ટીમે ઉત્કૃષ્ટ સેવા આપી હતી. જેમાં બહોળી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો.

તેમજ મહિલા દિવસ નિમિત્તે યોજાયેલ આ કાર્યક્રમમાં પાલણપીર મેડીનાં મહંત શ્રી દેશા આપા તેમજ રાજુ આપાએ ખાસ હાજરી આપી હતી. ચોટીલા થી ડો. હરેશ પંડ્યા સર તેમજ કેતન માકડિયા ઉપસ્થિત રહ્યાં હતાં.

આ કાર્યક્રમને સફળ બનાવવાં બહુજન કર્મશીલ નાગજીભાઈ ચૌહાણ, યોગા ટીચર એડ. કંચનબેન સારેસા, પાટીદાર વુમન્સ ગૃપનાં પ્રણેતા સાધનાબેન ઘોડાસરા તેમજ કાજલબેન આદ્રોજા તથા મૂકેશભાઈ ગેડિયાએ જહેમત ઉઠાવી હતી. આ તકે એડ.જોશનાબેન ચૌહાણ, એડ.મનસુખભાઈ ચૌહાણ, નાથાભાઈ રબારી, લલિતભાઈ સારેસા, રીનાબેન જાદવ, કવિતાબેન ચૌહાણ, કિરણબેન સારેસા, દિશાબેન ચૌહાણ, સરોજબેન સારેસા વગેરે મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular